Site icon Meraweb

જાણો કોણ છે અર્પિતા મુખર્જી અને શા માટે તેના ઘરે EDએ પાડ્યા દરોડા

Know who is Arpita Mukherjee and why ED raided her house

પશ્ચિમ બંગાળમાં શિક્ષા ભરતીના ગોટાળાની ચર્ચા થતી જોવા મળી છે. આ ભરતી ગોટાળાની તપાસ રાજ્ય સરકાર અને મંત્રીઓ સુધી પહોંચી ગઈ છે. જેમાં મમતા બેનર્જીની સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની વ્યક્તિ અર્પિતા મુખર્જીના ઘરે EDએ દરોડા પાડીને 20 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. પાર્થ ચેટર્જીના ઘરે પણ શુક્રવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ બધી તપાસ વચ્ચે સવાલ થઈ રહ્યા છે કે અર્પિતા મુખર્જી કોણ છે અને તે પાર્થ ચેટર્જી સાથે કેવી રીતે જોડાયેલા છે. EDના ધ્યાનમાં આવેલ અર્પિતા મુખર્જીએ ટૂંકાગાળા માટે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે.આ સાથે અર્પિતા મુખર્જીએ તેના ફિલ્મી કરિઅરમાં મોટાભાગે સાઈડ રોલ કર્તા જોવા મળ્યા છે. તેણે બાંગ્લા ફિલ્મોની સાથે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.જોઈએ તો અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મોના સુપરસ્ટાર પ્રોસેનજીત અને લીડ રોલવાળી ફિલ્મોમાં પણ સાઈડ રોલ ભજવ્યા છે. આ સાથે અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મ અમર અંતકનાડમાં પણ અભિનય કર્યો છે.

હાલ EDએ દરોડા પાડીને અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડ રૂપિયા જપ્ત કરતા અર્પિતા મુખર્જી ચર્ચામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર શિક્ષા ભરતી ગોટાળાની તપાસ દરમિયાન અર્પિતા મુખર્જી તેમાં રહેલી હોવાનું સામે આવ્યું છે.કોંગ્રેસના કદાવર નેતા અને બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીએ દક્ષિણ કલકત્તામાં લોકપ્રિય દુર્ગા પૂજા સમિતિ નકટલા ઉદયનનું સંચાલન કરે છે. તે કલકત્તાની સૌથી મોટી દુર્ગા પૂજા સમિતિમાંની એક ગણવામાં છે. દુર્ગા પૂજા માટે જાહેર કરેલ એક પોસ્ટરમાં પાર્થ ચેટર્જીનું નામ સંઘના અધ્યક્ષ તરીકે લખવામાં આવ્યું હતું. તેમજ અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડ્યા પછી વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેંન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર અનેક ફોટોઝ શેર કર્યા હતા જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નકટલા ઉદયન સંઘની દુર્ગા પૂજાના ઉદ્ઘાટનના પ્રસંગમાં જોવા મળી હતી. TMCએ એક નિવેદન જાહેર કરીને પોતાને આ કૌભાંડથી અલગ કરી લીધું છે અને હવે TMCનો તે પૈસા સાથે કોઈ સંબંધ નથી. તપાસમાં જે લોકોના નામ મળી આવ્યા છે. તેમણે અને તેમના વકીલોએ જવાબ આપવાનો રહેશે. હાલ TMC આ મુદ્દે તપાસ કરી રહી છે અને તે સમય આવશે ત્યારે જવાબ આપશે. આ બાબતે બંગાળમાં ભાજપ પણ આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહી છે.