Site icon Meraweb

ટેરર ફંડિંગ માટે આતંકીઓની નવી પેટર્ન જાણો કઈ રીતે મેળવી રહ્યા છે અઢળક રકમ

Know the new pattern of terrorists for terror funding, how they are getting huge amount of money

ટેરર ફંડિંગની નવી પેટર્ન જમ્મુ અને કાશ્મીરમાં સામે આવેલી જોવા મળી રહી છે.જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં કાશ્મીરી આતંકીઓ પોતાની પૂર્વજોની સંપત્તિ વેચી રહ્યા છે અને તેનાથી મળતી રકમ આતંકી સંગઠનોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.મળેલી માહિતી મુજબ વર્ષો પહેલા સુધી અનેક કાશ્મીરી યુવાઓ આતંકની ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાન અને પીઓકે જતા હતા. કેટલાક પાછા આવી ગયા અને કેટલાક ત્યાં રહી ગયા. જે ત્યાં રહી ગયા તેમની સંપત્તિ કાશ્મીર ખીણમાં છે. આ સંપત્તિઓને મહેસૂલી અધિકારીઓ, સંબંધીઓની મદદથી વેચવામાં આવે છે. આ રકમ ખીણના આતંકી સંગઠનોને આપી દેવાય છે અને એટલી જ રકમ પાકિસ્તાન કે પીઓકેમાં બેઠેલા આતંકીઓને આપવામાં આવે છે.

સુરક્ષા એજન્સીઓએ અનેક સંપત્તિઓની ઓળખ કરી છે કે જેમાં કેટલાક ઓફિસરોની મદદથી ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હતી જેમાં સંપત્તિ વેચવામાં મદદ કરનારાઓમાં મહેસૂલી ઓફિસરો, સંબંધીઓ અને મદદગારો ઉપર પણ કાર્યવાહી કરાશે.પાકિસ્તાન અને પીઓકેમાં એવા કેટલાય કાશ્મીરીઓ છે કે જે બધા આતંકવાદીઓ નથી. જેમાં કેટલાક સાવ સામાન્ય જીવન જીવી રહ્યા છે પરંતુ મોટા ભાગના કેસોમાં લોકો હજુ પણ સક્રિય રીતે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ફંડિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક સમયથી જમ્મુ પ્રશાસને ટેરર ફંડિંગ પર સકંજો કસ્યો છે.