જાણો નીતુ કપૂરની કારકિર્દી પર રાજેશ ખન્નાના લગ્નથી શું અસર થઇ હતી

Know how Neetu Kapoor's career was affected by Rajesh Khanna's marriage

બોલિવુડની ફેમસ અદાકારા નીતુ કપૂરે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે જે આગળ જતા હિટ સાબિત થઇ હતી. નીતું કપૂર એક વખત ખુલાસો કરતા કહ્યું હતું કે,ઋષિ કપૂર સાથે તેની પ્રથમ મુલાકાત ખૂબ જ ડરામણી હતી.ત્યાર બાદ તેણે જણાવ્યું હતું કે પછી બન્નેને એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂરે વર્ષ 1980માં અભિનેતા ઋષિ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. ઋષિ કપૂરનું કેન્સરની બિમારીથી એપ્રિલ 2020માં 68 વર્ષની વયે અવસાન થયું હતું.નીતુ કપૂરે જણાવ્યું હતું કે જ્યારે તે પહેલી વખત ઋષિ કપૂરને મળ્યા ત્યારે તેમને ઋષિ કપૂર બિલકુલ પસંદ નતા આવ્યા

Know how Neetu Kapoor's career was affected by Rajesh Khanna's marriage

નીતુ કપૂરે એ પણ જણાવ્યું હતું કે, તેમને ગુંડાગીરી કરવાની આદત હતી, તેથી તે મારા મેકઅપ અને કપડાં પર કમેન્ટ કરતા રહેતા હતા જેથી મને ખૂબ ગુસ્સો આવતો . નીતુ કપૂરે આગળ જણાવ્યું કે, ‘બોબી સુપરહિટ થયા પછી, ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા અને ઋષિની બીજી કોઈ હિરોઈન બાકી રહી ન હતી કારણ કે દરેક હિરોઈન તેના કરતા મોટી દેખાતી હતી. હું એકમાત્ર યુવા અભિનેત્રી હતી. તેવી સ્થિતિમાં તેમની તમામ ફિલ્મોની ઓફર મારી પાસે આવવા લાગી.નીતૂ કપૂરના તેના જમાનમાં અને આજે પણ લોકો તેના ચાહક છે. જોકે, તે સમયનો ચોકલેટી બોય ગણાતો કપૂર પરિવારનો રાજકુમાર રીષી કપૂર ખુદ નીતૂનો દિવાનો બની ગયો હતો. જેથી સમયની સાથે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને થોડા જ સમયમાં બન્નેએ લગ્ન કરી લીધાં.