જામનગર જિલ્લાના જોડિયા ટાઉન માંથી એક સગીરાનુ અપહરણ

Kidnapping of a minor from Jodia town of Jamnagar district

મોરબી પંથક નો શખ્સ ઉઠાવી ગયો હોવાની પોલીસ ફરિયાદ

જામનગર તા ૧૧, જામનગર જિલ્લાના જોડીયા ટાઉન માંથી એક સગીરાનુ તાજેતરમાં અપહરણ થઈ ગયું હોવાનું, અને મોરબીનો એક શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

Here's What To Do If You're Kidnapped

જોડિયા ટાઉનમાં મોટો વાસ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરુણીનું તેણીના ઘેરથી તાજેતરમાં અપહરણ થઈ ગયું હતું. પરિવાર જનો દ્વારા તપાસ કરાવતાં મોરબી જિલ્લાના બેલા ગામનો હૈદર દોસ્ત મહંમદ જામ નામના શખ્સ દ્વારા તેણીનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાના પિતા નું નિવેદન નોંધી તેની ફરિયાદના આધારે મોરબીના આરોપી હૈદર દોસ્તમામદ જામ સામે અપહરણ અંગે ગુનો નોંધ્યા છે, અને તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.