સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ૧૧માં ખેલ મહાકુંભની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો 

જામનગરના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રમત ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત ખેલમહાકુંભ૨૦૨૨ની જામનગર તાલુકા/ઝોનકક્ષા– સીધી જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો

 પ્રસંગે સાંસદે  જણાવ્યું હતું કેખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પણ રમત ગમતમાંકૌવત દેખાડતી અનેક પ્રતિભાઓને શોધવામાં સફળતા મળી છેપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેખેલ પ્રતિભાઓને શોધી રાષ્ટ્રીય સ્તરે તેમના કૌવતને આગળ લાવી શકાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતોગુજરાતના ગામડેગામડે રહેલા બાળકથી લઇ કોઇપણ ઉંમરના વ્યક્તિ પોતાના કૌશલ્યને જાણે અને વિશ્વ પણ તેને જાણે તે માટેનીવ્યવસ્થાઓ ખેલ મહાકુંભના માધ્યમથી પ્રધાનમંત્રીએ  કરી હતીઆજે વૈશ્વિક કક્ષાએ રમાતી અનેક રમતોમાં ભારત અનેખાસ ગુજરાતની પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય દેખાડવામાં અગ્રેસર આવી છે

 આ તકેમેયર બીનાબેન કોઠારીએ ગ્રામ્યસ્તર થી લઈ રાજ્યકક્ષા સુધી ખેલ પ્રતિભાઓ આગળ વધી શકે તે માટેની ખેલમહાકુંભની વ્યવસ્થા વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.

 પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાડી.. ઓફિસ જામનગરના શ્રીમતી મધુબેન ભટ્ટજિલ્લા રમતગમત અધિકારી નીતાબેન વાળાઆહિર કન્યા વિદ્યાલયના પ્રમુખ મુળુભાઇ કંડોરીયામહેશભાઇ મુંગરાભીખુભાઇવારોતરીયાડી.ડી.ગોરિયાગોવિંદભાઇ કરમુરભરતભાઇ ઝાલાઆહિર કન્યા વિદ્યાલયના આચાર્યા ભાવનાબેન બોદરસંસ્થાના ટ્રસ્ટીઓ  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.