જોડિયા ગામમાં એક માત્ર રાષ્ટ્રીયકૃત બેંક SBI શાખાનુ ATM છેલ્લા એક માસ બંધ રહેતા બેંકના ખાતાધારકો પરેશાન છે. કેન્દ્ર સરકાર નાંણાકીય વ્યવહાર માટે ડિજીટલ પ્લેટ ફોર્મનો ઉપયોગ કરવા જણાવે છે પરંતુ આ બાબત જોડિયા બેંક મેનેજરનુ બેંક ખાતાધારકો સાથે તાનાશાહી જેવું વર્તન સામે આવ્યું છે. બેંકના પરિસરમાં ATM દ્વારા ઉપાડ – જમા કરવાની વ્યવસ્થા “૨૪” કલાક ચાલુ હતી જેના લાભ ખાસકરીને વેપારીઓ / નોકરિયાત વર્ગ માટે સુવિધા ઉપલબ્ધ હતી. ગમે તયારે બેંક ખાતાધારકો આ મશીનનો ઉપયોગ કરતાં હતા.
બેંકના A. T. M. ને શોભાના ગાઠિયા બનાવવા પાછળ શાખા બેંક મેનેજરની ભુમિકા જવાબદાર હોવાનું સ્થાનિકોનું માનવું છે. ATM બંધ રાખવા પાછળનો મેનેજરનો ઈરાદો બદલી કરાવવાનો હોય તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.
જેથી બેંક ખાતાધારકોમાં અસંતોષ વધે અને રજુઆતના અનુસંધાને તેઓની બદલીની ઈચ્છા ધરાવે છે.
આમ વહેલામાં વહેલી તકે આ એટીએમ મશીન શરૂ કરવામાં આવે કારણકે ગામના લોકોને બેંકના સમય સિવાય રૂપિયાની જરૂર પડે તો દૂર સુધી જવું પડે છે માટે લોકોની સુખાકારી અને સુવિધા જળવાઈ રહે તે માટે એટીએમ ફરીથી કાર્યરત કરવાની લોકમાંગ ઉઠી છે.

