જેએમસી અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા પી. એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરાયો

આજ રોજ જેએમસી અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા પી. એમ. પોષણ યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરવામાં આવ્યો..જેમાં શહેરની 53 શાળાના અને આંગણવાડીના 15000થી વધુ બાળકોને ગરમ પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ગરમા ગરમ ભોજન પહોંચાડવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટે કમટી ચેરમેન મનીષભાઈ કટારીયા, રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા….