Site icon Meraweb

સી.આર.પાટિલના જન્મ દિવસ નિમિત્તે જામનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજી ઉજવણી કરાઈ

આજરોજ ભારતીય જનતા યુવા મોરચો જામનગર મહાનગર વૉર્ડ નં 13 દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવા એજ સંગઠનના માધ્યમથી યુવા મોરચા દ્વારા આ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.જેમાં લોકોને ડાયાબીટીશ , બ્લડ પ્રેશર તેમજ અન્ય રૂટિન ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું..અને કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી .જેમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો .આ કાર્યક્રમમાં જામનગર શહેરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી , શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરા , મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા , વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરી , પ્રવિણસિંહ જાડેજા , ધારાસભ્ય આર.સી.ફળદુના અંગતમદદનિશ રાજુભાઇ , જગદીશસિંહ જાડેજા , વોર્ડ નંબર 13 ના નગરસેવિકા બબીતાબેન લાલવાણી યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા , ઉપપ્રમુખ યતિનભાઈ પંડ્યા , મહામંત્રી વિરલભાઈ બારડ અને ચિંતનભાઈ ચોવટીયા , જામનગર શહેર યુવા મોરચાના મંત્રી ચિરાગભાઈ અશવાર , વિપુલભાઈ ધવડ તેમજ વોર્ડના પ્રભારી મોહિતભાઈ મંગી , કુલદીપસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર 6 ના આઇટી સેલના ઇન્ચાર્જ ધર્મેશભાઈ મિયાત્રા , યશભાઈ બારોટ તેમજ 79 વિધાનસભાના આઇટી સેલના ઇન્ચાર્જ કિશનભાઇ વઢવાણા ઉપસ્થિત રહ્યા હતા.