ખાણીપીણીના શોખીન લોકો અને પીઝા લવર્સ માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. કારણકે જામનગરમાં પિઝામાંથી અવારનવાર વંદા નીકળવા , છાસવાલા માંથી વંદો નીકળવો, વેફર માંથી દેડકો નીકળવો આ પ્રકારની ઘટનાઓ સામન્ય બની ગઈ છે.ત્યારે જામનગર વિલિયમ જોનસ પીઝામાં સુપ માંથી વંદો નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે.
જામનગર ખોડીયાર કોલોની ક્રિસ્ટલ મોલમાં આવેલ વિલિયમ જોન પીઝામાં એક ગ્રાહક તેના મીત્રો સાથે ૨૪ જૂનના પીઝા ખાવા જાય છે ત્યારે તેને સૂપમાંથી વંદો નીકળે છે , વંદો નીકળતા તે ગ્રાહક સૌ પ્રથમ ત્યાંના આઉટલેટ મેનેજરને જાણ કરે છે પરંતુ મેનેજર દ્વારા તેને કોઈપણ યોગ્ય જવાબ ન આપતાં ગ્રાહક ફૂડ શાખામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવે છે. ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા થયા બાદ ગ્રાહકને બે દિવસ બાદ ફુડ શાખામાંથી અધિકારી ફોન કરે છે અને વિગતો જાણીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપે છે. પરંતુ ફૂડ શાખાના અધિકારી ફરીયાદીની ફરિયાદના ચાર દિવસ બાદ ત્યાં તપાસ કરવા જાય છે અને વંદો શોધવાનો પ્રયત્ન કરે છે. અને ગ્રાહકને ફોન કરીને જણાવી દે છે કે અમે તપાસ કરી છે અમને અહીંયા એવું કાંઈ જોવા મળ્યું નથી..પરંતુ સાહેબ ચાર દિવસે તપાસ કરવા જાવ તો વંદો તમારી રાહ ન જોતો હોય.. આમ ફૂડ શાખા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ આ બાબતનો ટાંક પિછોડો કરવામાં આવ્યો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
વિલિયમ જોન્સ પીઝાએ જામનગરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ આવેલી પીઝા માટેની જામનગરવાસીઓમાં લોકપ્રિય બ્રાન્ડ છે. પરંતુ આજના આ બનાવ બાદ ત્યાં પીઝા ખાવા જતાં લોકો માટે આ ખૂબ જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પેઢીઓ કોઈ પણ હોય પરંતુ કહેવત છે કે “હમામ મે સબ નંગે”. આમ અગાઉ પણ જે રીતે બ્રાન્ડેડ પિઝા આઉટલેટ માંથી વંદા અને જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી છે તેમાં વધુ એક બ્રાન્ડ છતી થઈ ગઈ છે.
ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે કોઈ એક બ્રાન્ડેડ જગ્યાએ પૈસા ખર્ચીને લોકો જાય તો એક વિશ્વાસથી જતા હોય છે પરંતુ લોકોને છેતરવાની વાત આવે કે પછી હાઈજીન જાળવવાની વાત હોય તેમાં વિલિયમ જોન્સ પીઝા હોય કે પછી યુએસ પિઝા કે પછી લાપીનોઝ પીઝા બધાં મામા માસીના ભાઈ બહેન જ છે.
ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે કોઈ એક બ્રાન્ડેડ જગ્યાએ પૈસા ખર્ચીને લોકો જાય તો એક વિશ્વાસથી જતા હોય છે પરંતુ લોકોને છેતરવાની વાત આવે કે પછી હાઈજીન જાળવવાની વાત હોય તેમાં વિલિયમ જોન્સ પીઝા હોય કે પછી યુએસ પિઝા કે પછી લાપીનોઝ પીઝા
બધાં મામા માસીના ભાઈ બહેન જ છે.