જામનગરમાં વોર્ડ નંબર 6 માં મહાકાલ ગ્રુપ તથા શહેર યુવા ઉપપ્રમુખ યતિનભાઈ પંડ્યા તથા રાજવીર ભાઈ દ્વારા આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા લાભાર્થીઓએ આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરના અધ્યક્ષ વિમલભાઈ કગથરા , મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા,



વિજયસિંહ જેઠવા , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા , પ્રદેશ કિશાન મોરચા મંત્રી સુરેશભાઈ વસરા 78 વિધાનસભાના પ્રભારી હિરેનભાઈ પારેખ,યુવા મોરચાના મહામંત્રી ચિંતનભાઈ ચોવટીયા , વિરલભાઈ બારડ તથા રાજુભાઈ સરસીયા , વિપુલભાઈ ધવડ , મોહિતભાઈ મંગી ,કુલદીપસિંહ,ભાવેશભાઈ , જીવાભાઈ કનારા દેવભૂમિ દ્વારકાના પૂર્વ ઉપપ્રમુખ લાખાભાઈ પિંડારીયા વોર્ડના કોર્પોરેટર જસુબા ઝાલા ,
પૂર્વ કોર્પોરેટોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલાસિંઘ રાજપૂત તેમજ વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા મહાકાલ ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


વોર્ડ નંબર 6 ના મહાકાલ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવેલ સેવાકીય ઉટકૃષ્ટ કામગીરી બદલ જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ રૂબરૂ કાર્યક્રમમાં પહોંચી શક્યા ન હોય આથી પત્ર દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવી અને પ્રોત્સાહિત કર્યા હતા .