ગુજસીટોક પ્રકરણના આરોપી યશપાલ અને જશપાલ જાડેજાની દોઢ કરોડની મિલકત જપ્તી કરતી જામનગર પોલીસ

જામનગર ચકચારી ગુજસીટોક પ્રકરણમાં આરોપીઓની કરોડોની મિલકત જપ્ત કરવામાં આવી છે.જેમાં આરોપી યશપાલ અને જશપાલસિંહ જાડેજા બંધુઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલ મિલકત સિલ કરાઈ છે…2730 ફૂટના ક્ષેત્રફળ વાળા બે પ્લોટ સિલ કરવામાં આવ્યા છે.હાલ જાડેજા બંધુઓ જામનગર જિલ્લા જેલમાં છે અને આ પ્રકરણના મુખ્ય સુત્રધાર જયેશ પટેલ લંડનની જેલમાં કેદ છે.

દોઢ વર્ષ પૂર્વે સરકારે જમીન માફિયા જયેશ પટેલને રોકવા હાથ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર, પૂર્વ પોલીસકર્મી સહિતના 16 શખ્સો સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ હતી.જમીન કૌભાંડ , ખંડણી ઉઘરાવવી , ફાયરિંગ અને હત્યા જેવા અનેક ગંભીર ગુન્હાઓ જયેશ પટેલ વિરુદ્ધ નોંધાઈ ચુક્યા છે..

જયેશ પટેલ અને તેની સાથે જોડાયેલા તેના મળતિયાઓને રોકવા જામનગરમાં સ્પેશયલ ઓફિસર દીપન ભદ્રનની નિમણુંક કરવામાં આવી હતી.અને તેની સાથે સિન્ડિકેટ ક્રાઇમમાં જોડાયેલા તેના સાગરીતોને પકડી અને તેમની વિરુદ્ધ ગુજસીટોક કાયદાનું શસ્ત્ર અપનાવવામાં આવ્યું હતું.ત્યારે દોઢ વર્ષ બાદ હજુ પણ તે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર પચાવી પાડેલ મિલકતો પોલીસ દ્વારા સીલ કરવામાં આવી રહી છે.

જામનગરના નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલું આવતાની સાથે જ ગુજસીટોકના આરોપીઓ વિરુદ્ધ વધુ મજબૂત ગાળીયો કસવામાં આવી રહ્યો છે.કોઈ પણ પ્રકારના ઓર્ગેનાઈઝ ક્રાઈમને તોડવા માટે તેનું આર્થિક પીઠબળ સૌપ્રથમ તોડવું પડે તેથી જયેશ પટેલની મિલકતો પોલીસે ટાંચમાં લેવાનું શરૂ કર્યું હતું.અને ત્યારબાદ હવે તેની સાથે જોડાયેલા આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવી રહી છે… પ્રકરણમાં પોલીસ દ્વારા જયેશ પટેલ એન તેની ટોળકી વિરુદ્ધ નોંધાયેલ ગુજસીટોકમાં તપાસ હાથ ધરી મિલકત અંગેની ફાઇલ સરકારમાં રજુ કરાયા બાદ ગૃહ વિભાગ દ્વારા ઓર્ડર કરાતાની સાથે જ આજે જામનગરમા જુદી જુદી જગ્યાએ આવેલ જયેશ પટેલના 35 જેટલા પ્લોટ પોલીસ દ્વારા સિઝ કરાયા હતા.જેમાં ભૂતકાળમાં 50 હજાર સ્કેવેર ફૂટ જમીન જેની બજાર કિંમત આશરે 8 કરોડથી વધુની કિંમતની જમીન જપ્તી કરી હતી અને ત્યારબાદ આજે જાડેજા બંધુઓના બે પ્લોટ જપ્તી કરવામાં આવ્યા છે જેની અંદાજિત બજાર કિમત 1.58 કરોડ જેટલી થાય છે.

કઈ રીતે સ્પેશયલ ઓપરેશન જયેશ પટેલની કરાઈ હતી શરૂઆત ?

જામનગર સહિત રાજ્ય ભરમાં અનેક કૌંભંડોમાં સંડોવાયેલ કુખ્યાત જયેશ પટેલના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે જામનગર સ્પેશ્યલ પોલીસ ઓફિસરની નિમણૂક કરી હતી જામનગરના એસપી તરીકે રાજ્યમાં સારી કામગીરી કરનાર આઇપીએસ દીપેન ભદ્રનની નિમણૂક કરી જયેશ પટેલ સામે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દીપેન ભદ્રન દ્વારા બે તબક્કામાં જયેશ પટેલના નેટવર્કને નાબુદ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં જયેશ પટેલ સાથે ગુનાખોરીમાં સંકળાયેલા શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હતા જેમાં શહેરના અનિયા લાંબાથી માંડી અન્ય સભ્યોનો સમાવેશ થાય છે ત્યારબાદ બીજા તબક્કામાં જયેશ પટેલના ખંડણી પ્રકરણમાં મદદગારી કરનાર વાઈટ કોલર શખ્સો સામે ગાળીઓ કસવામાં આવ્યો હતો. જેમાં મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહીર, અને શહેરના નામાંકિત બિલ્ડર નિલેશ ટોળીયા સહિતના શખ્સો સામે ગુજસીટોક ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.