ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપના પ્રચાર-પ્રસાર માટે વડાપ્રધાન મોદીએ આજે 28 નવેમ્બરે જામનગરમાં દિવસની તેમની ત્રીજી જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું, “વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત બનવું એટલું જ મહત્વપૂર્ણ છે અને તેથી ગુજરાતના ઉદ્યોગો, MSMEs-લઘુ અને પાયાના ઉદ્યોગોની વિશાળ ભૂમિકા છે. અને અહીંના બ્રાસ ઉદ્યોગને ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આજે પીનથી માંડીને એરક્રાફ્ટના પાર્ટ્સનું બધું જ જામનગરમાં બની રહ્યાં છે.”
જામનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નાના વર્ગોમાં કોડિંગ અને અન્ય કાર્યોને લગતી તાલીમ જરૂરી બનાવવામાં આવી છે. પ્રથમ વખત રમતગમતના અભ્યાસને પણ અન્ય વિષયોની જેમ જ મહત્વ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ પાર્ટી પર આતંકવાદીઓની શુભચિંતક હોવાનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ પાર્ટી પર આતંકવાદીઓની શુભચિંતક હોવાનો આરોપ લગાવ્યો અને તુષ્ટિકરણની રાજનીતિ માટે પાર્ટીની ટીકા કરી. તેમણે કહ્યું, “જ્યારથી કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે, દેશ આતંકવાદ અને નક્સલવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર ચાલી રહ્યો છે, પરંતુ યાદ રાખો, આ લોકો તક શોધી રહ્યા છે, પરંતુ ન તો ગુજરાત તેમને તક આપશે, ન દેશ આપશે.