જામનગર : મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે તે આજે પૃથ્વી પરથી પસાર થતાં દ્રશ્યમાન થશે

મૂળ ભારતીય અને ગુજરાતના વતની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લાંબા સમયથી જે એર સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે, અને તેઓ હવે ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરી રહ્યા છે, દરમિયાન આજે તેઓને એર સ્પેશ સ્ટેશન પૃથ્વીની નજીકથી પસાર થશે, ત્યારે તે એર સ્પેશ સ્ટેશન રાત્રિના સમયે દ્રશ્યમાન થશે, અને નરી આંખે અથવા તો ટેલિસ્કોપની મદદથી સ્પષ્ટ પણે જોઈ શકાશે.

આજે રાત્રીએ આપણા જામનગર ના આકાશ માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસેસ )જેમાં સુનિતા વિલિયમ્સ હાજર છે, અને ટુંક સમય માં પૃથ્વી ઉપર પરત ફરવાના છે, તે દૃશ્યમાન થશે.આજે રાત્રીના જામનગરના નભોમંડળમાં ૮.૦૦ વાગ્યાને ૧૧ સેકન્ડે દક્ષિણ-પશ્ર્ચિમ માંથી ઉગશે.ત્યારબાદ રાત્રીના ૮.૦૦ વાગ્યાને ૩ મિનિટે મધ્ય આકાશ માં ગુરૂ ના ગ્રહ પાસે થી પસાર થશે.અને ત્યારબાદ ૮.૦૦ ને ૮ મિનિટ અને ૫૦ સેકન્ડે ઉત્તર-પૂર્વ પાસે સપ્તરૂષી પાસે અસ્ત પામશે.જે સ્પેશ સ્ટેશન ૩.૪ મેગ્નીટયુડ જેટલો ચમકતો હોય નરી આંખે સરસ જોઈ શકાશે. ઉપરાંત ટેલિસ્કોપની મદદથી પણ તેને સ્પષ્ટપણે જોઈ શકાશે.