જામનગર જિલ્લામાં રોડ રસ્તાના કામો પ્રગતિમાં છે.આ શબ્દ કદાચ સરકારી કચેરીઓમાં પૂછો કે સાહેબ હજુ અમારો રોડ થયો નથી ? એટલે અરજદારોને આવા જ જવાબ સાંભળવા મળતા હશે.જામનગર જીલ્લામાં રોડના કામ ગોકળગાયની ગતિ થાય છે.કામો મંજૂર થાય છે , ટેન્ડર પ્રક્રિયા થાય છે પરંતુ કામ થઈ શકતા નથી.એવું તો શું વિઘ્ન આવે છે રસ્તાના કામોમાં ?
છેલ્લા ત્રણ કુલ કેટલા કામો મંજૂર થયા ? કેટલા બાકી ? અને કેટલા પ્રગતિમાં છે ? તો કેટલા શરૂ જ નથી થયા ?
જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 232 રોડના કામનો મંજુર કરવામાં આવ્યા છે , પરંતુ જેમાંથી 102 કામ શરૂ થયા નથી. તો 75 જેટલા કામ હાલ પ્રગતિ છે. તે પૈકી માત્ર 45 જ કામ પુર્ણ થયા છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની હાલત ખુબ જ બિસ્માર સ્થિતિમાં છે.રસ્તા પરથી વાહનો લઈને પસાર થવું એટલે એલઓસી બોર્ડર ક્રોસ કરવા જેટલું અઘરું કામ છે.ઘણી વખત રસ્તાઓ ખરાબ હોવાના કારણે લોકો બહાર જવાનું ટાળી દેતા હોય છે તેમજ ઉંમરલાયક વડીલ હોય કે સર્ગભા મહિલાઓ માટે રસ્તાઓ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
જામનગર જીલ્લામાં માર્ગ બનાવવા માટે પુરતા નાણા છે, આયોજન થાય છે, ટેન્કર પ્રક્રિયા થાય છે. કામ મંજુર પણ થયા છે. પરંતુ કામ પુર્ણ થઈ શકતા નથી. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો જીલ્લા પંચાયત હસ્તગતના કુલ 232 જેટલા રોડના કામ મંજુર કરવામાં આવ્યા. પરંતુ તે પૈકી માત્ર 45 જ કામ પુર્ણ થયા છે. અન્ય 75 જેટલા કામ હાલ પ્રગતિમાં છે. તો 102 કામ તો શરૂ થઈ શકયા નથી. તો 10 જેટલા કામને રદ કરવામાં આવ્યા છે. રોડની જરૂરીયાત હોય ત્યાં મંજુરી આપીને નાણા ફાળવવામાં આવે છે. પરંતુ કામ થઈ શકતા નથી.
પ્રગતિશીલ ગુજરાતમાં કામો પ્રગતિમાં જ કેમ રહે છે ? કામ પૂરા ન થવાના મુખ્ય કારણો શું છે ?
જામનગર જીલ્લામાં કામ સમયસર ના થવાના અનેક કારણો છે. જેમાં જીલ્લા પંચાયતમાં 50 ટકાથી સ્ટાફ નથી. જેમાં બાંધકામ વિભાગમાં 64 ટકા સ્ટાફ ખાલી છે. પુરતો સ્ટાફ ના હોવાથી કામગીરી ગોકળગાયની ગતિએ ચાલે છે. એક તરફ સ્ટાફની અછત છે તો બીજી તરફ અમુક અધિકારી અને કર્મચારીઓના ભ્રષ્ટાચારમાં નામ ખુલ્યા હોવાના કારણે કામ પર પકડ વધુ મજબૂત બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.સરકાર દ્વારા જામનગર જિલ્લા પંચાતમાં છેલ્લા ઘણા સમયથી મહેકમ ભરવા અંગેની રજુઆત સરકારમાં કરવામાં આવી છે પણ પણ ખબર નહિ કેમ ગુજારતમાં લગભગ જિલ્લાઓમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે પરંતુ જામનગરમાં એક પણ કર્મચારી કે અધિકારી નીમવામાં આવ્યા નથી.સ્થાનિક પ્રશ્નો કે વધુ કામ કે નાણા માટે ફેર મંજુરીની પ્રક્રિયાના કારણે કેટલાક કામોમાં વિલંબ થતો હોય છે. હાલ મુખ્ય અધિકારી પણ ઈન્ચાર્જમાં છે. તો ટેકનીકલ સ્ટાફની અછતના કારણે પણ કામગીરી સમયસર થઈ શકતી નથી.
જામનગર જિલ્લા પંચાયતમાં ભરતી ન થતી હોવાનું શું કારણ ?? શા માટે કોઈ જામનગર આવવા નથી માંગતું ?
જામનગર સિવાયના અન્ય જિલ્લાઓમાં ભરતી કરવામાં આવી હતી પરંતુ જામનગરમાં કોઈપણ ભરતી કરવામાં આવી નથી.તેની પાછળનું કારણ જો સૂત્રોનું માનવામાં આવે તો જામનગરમાં કોઈપણ વ્યક્તિ કામ કરવા રાજી ન હોવાનું માનવામાં આવે છે .જાણવા મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લા પંચાયતમાં સ્થાનિક રાજકારણની ખેંચતાણમાં યોગ્ય કામ થઈ ન શકતું નથી અને બીજી તરફ સ્ટાફની અછત હોવાના કારણે એક સાંધે તો તેર તુટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાના કારણે જામનગર જિલ્લા પંચાયતમાં કોઈ આવવા રાજી ન હોવાની બિનસત્તાવાર વિગતો મળી રહી છે.