જામનગર તા ૨૧, જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન બે કેદીઓ પાસેથી એક મોબાઇલ ફોન અને એક બેટરી મળી આવતાં કબજે કરી લઇ તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરની જિલ્લા જેલના જેલર ગ્રૂપ -૨ ના ઘનશ્યામભાઈ એમ. પટેલ અને જેલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તે દરમિયાન મયુર આલાભાઇ હાથલીયા અને હિતેશ ઉર્ફે ફોગો રાઠોડ નામના બે કેદીઓ પાસેથી સિલ્વર કલરનો કેચોડા કંપનીનો એક નંગ મોબાઈલ ફોન અને એક નંગ મોબાઈલ ની બેટરી વગેરે મળી આવ્યા હતા.
તેથી જેલ સ્ટાફ દ્વારા મોબાઈલ ફોન અને બેટરી કબજે કરી લઈ જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયા છે, અને બન્ને કેદીઓ સામે આઇપીસી કલમ ૧૮૮ તેમજ તેમજ પ્રિઝન એક્ટની કલમ ૪૨,૪૩, ૪૫ મુજબનો ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ કરી છે.

