જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો દ્વારા જૂની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે સરકાર દ્વારા આપવામાં આવેલ વાયદાઓ પૂર્ણ ન થતા શિક્ષકો ફરી મેદાને ઉતર્યા છે.

જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત સર્કલ ખાતે થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા થાળી વગાડી અને જૂની પડતર માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

જૂની પડતર માંગણીઓમાં જેવી કે જૂની પેન્શન યોજના અમલમાં લાવવી તેમજ 45 વર્ષની મર્યાદા બાદ ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી વગેરે પ્રશ્નોને લઈને શિક્ષકોએ ફરીથી એક વખત સરકાર સામે વખત બાયો ચડાવી છે. જૂની પેન્શન યોજના અને લઈને સમગ્ર ભારતમાં શરૂ થનારી યાત્રા આવતીકાલે ગુજરાતમાં સોમનાથ ખાતેથી શરૂ કરવામાં આવશે..