ખેડૂતોને ટાર્ગેટ કરી સીસામાં ઉતારી કૌભાંડ કરનાર આરોપીઓને જામીનમુક્ત કરતી જામનગર કોર્ટ…

તપાસ કરનાર અધિકારી સામે પગલાં લેવા એસપીને હુકમ કરતી કોર્ટ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબામાં રહેતા ફરિયાદી સાજણભાઈ રાજાભાઈ બેરાએ ફરિયાદ કરેલ કે તેમની સાથે અલગ અલગ ઈસમોએ એકસમ કરી ગુનાહિત કાવતરું રચીને ફોન પર પોતાની ખોટી ઓળખ આપી અને તાલપત્રીઓ મંગાવવાના તથા રાસાયણિક દવાની એજન્સી આપવાના બહાને વિશ્વાસમાં લઈ જઈ અને એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલ અને અન્ય એક ખેડૂતના પણ રકમ ટ્રાન્સફર કરાવી લીધેલ જેથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરેલ અને તેમાં જૂનાગઢમાં આવેલ ગેંગ આ કૌભાંડમાં સંડોવાયેલ હોય તેથી તાત્કાલિક પોલીસ દ્વારા જુનાગઢમાં જઈ અને સ્ત્રી આરોપીઓ સહિત અલગ અલગ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાંથી આ ગેંગના સભ્યોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ અને આ અટક બાદ આ સભ્યો પૈકી મિતેશ નટુભાઈ ભેડા તથા રામભાઈ મેરૂભાઈ વાઢેરને નામદાર કોર્ટમાં રજૂ કરેલ અને આ બંને આરોપીના વકીલ દ્વારા જામનગરની કોર્ટમાં જામીન અરજી કરાયેલ અને દલીલ કરાયેલ કે આરોપીને ખોટી રીતે અટક કરેલ છે તમામ રજૂઆત બાદ જામનગરની કોર્ટ દ્વારા આરોપીઓને જામીનમુક્ત કરવા હુકમ કરેલ છે અને આ કેસમાં તપાસ કરનાર પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર પી પી ઝા સામે પગલાં લેવા પોલીસ અધિક્ષકને હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ ,રજનીકાંત નાખવા તથા નિતેશ મુછડીયા રોકાયેલ છે