મોરબી માતમમાં અને બીજી તરફ જામનગર આપ સ્નેહમિલનમાં

મોરબીમાં બનેલી ઘટનાથી સમગ્ર વિશ્વ જ્યારે શોકના માહોલમાં છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક તરફ મોરબીમાં માતમ છવાયો છે સમગ્ર દેશમાં જે મોરબીના આક્રંદની ચીખો સંભળાઈ રહી છે ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા હોલીડે રિસોર્ટ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જમડવાર યોજવામાં આવ્યો હતો.

સ્વાભાવિક રીતે ચૂંટણી આવતી હોય ત્યારે સ્નેહમિલનો રાજકીય તાયફાઓ કરવામાં આવતા હોય છે પરંતુ જ્યારે સમગ્ર વિશ્વ એ જે આ દુર્ઘટનાની નોંધ લીધી છે ત્યારે મોરબી થી અત્યંત નજીક એવા જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ૭૭ ગ્રામ્યના ઉમેદવાર દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આમ તો સામાન્ય રીતે કોઈપણ રાજકીય નેતાઓને આ પ્રકારની ઘટનાઓથી કોઈ લાંબો ફરક પડતો હોતો નથી પરંતુ બે દિવસ લોકોના દુઃખમાં ભાગ લઈ અને સ્નેહમિલનો ન કરીએ તો સારું કહેવાય તેવો સભ્યસમાજે મત દર્શાવ્યો છે.