ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે તમામ શહેર અને જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર શહેર તથા જિલ્લાના પ્રમુખો માટે ગઈકાલે દાવેદારોએ ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી. જેમાં જામનગર શહેર પ્રમુખ બનવા માટે 13 લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે તો જિલ્લા પ્રમુખ બનવા માટે 21 કાર્યકર્તાઓએ ફોર્મ ભરીને પ્રમુખ પદ માટેની દાવેદારી નોંધાવી છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર , મહાનગર શહેર પ્રમુખ ફોર્મ લેવાની પ્રક્રિયા અંતર્ગત મુખ્ય ક્લસ્ટર અધિકારી બાબુભાઈ જેબલિયા , જામનગર મહાનગર જાનકીબેન આચાર્ય રાજેશભાઈ ધારેયા ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીની પ્રણાલી મુજબ પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી.
જામનગર શહેર તથા જિલ્લામાં પ્રમુખ પદની વરણી માટે જ્ઞાતિના સમીકરણો મહત્વના માનવામાં આવશે. કાર્યકર્તાઓએ પાર્ટી સમક્ષ તેમની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ અગાઉ પણ કહેલું એ અનુસાર ધાર્યું તો ધણીનું જ થશે. એક તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જામનગર શહેર પ્રમુખ પદે હાલ ચાલુ પ્રમુખને પાર્ટી રીપીટ કરી શકે છે તો બીજી તરફ એક એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે આ વખતે અન્ય સમાજને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. પાર્ટી વાતો ભલે ગમે તેવી સમરસતાની કરે પરંતુ જ્ઞાતિ આધારિત તમામ જ્ઞાતિઓને બેલેન્સ કરવા હોદાઓની ફાળવણી થતી હોય છે તે પણ એક વાસ્તવિકતા છે.

નજીકના ભવિષ્યમાં જ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનનું માળખું સુવ્યવસ્થિત રીતે ઘડવામાં આવે તે ખૂબ મહત્વનું છે. તમામ જ્ઞાતિઓ અને જૂના કાર્યકર્તાઓ નિરાશ ન થાય તે બાબતનું પાર્ટી સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે પરંતુ કોઈ એક સાથે કરેલો ન્યાય હંમેશા બીજા સાથેનો અન્યાય હોઈ શકે છે માટે પ્રમુખ પદોના હોદાની ફાળવણી તેમજ સંગઠનમાં યોગ્ય જગ્યાએ જુના કાર્યકર્તાઓને સ્થાન મળે અને કોઈ નારાજ ન થાય તેવું આયોજન કરવા માટે પ્રદેશ મવડી મંડળ મથી રહ્યું છે. પરંતુ આ વખતે અમુક જિલ્લાઓમાં નહીં પરંતુ મોટાભાગના લગભગ જિલ્લાઓમાં નવા પ્રમુખોની વરણી કરવી કે પછી ચાલુ પ્રમુખોને રીપીટ કરવા તે નિર્ણય ભાજપના પ્રદેશ નેતૃત્વ માટે પણ એક પડકાર બની ગયો છે.
જામનગર શહેર તથા જિલ્લામાં જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે તેમાંથી કઈ રીતે પાર્ટી જ્ઞાતિ બેલેન્સ કરે છે , કઈ રીતે વર્ષોથી મહેનત કરતા જુના કાર્યકર્તાઓને રિજવે છે અને ખાસ પાર્ટી માટે ઉપયોગી થતા લોકોનો કઈ રીતે મુખ્ય હોદ્દાઓમાં સમાવેશ કરે છે? તે તમામ પાસા ઉપર અત્યારે હાલ સૌની નજર છે અને શહેરભરમાં તેમજ રાજકીય વર્તુળોમાં આ એકમાત્ર વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે.