આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ લગાડવા બન્યા ફરજિયાત

રાજ્યના કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓએ ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવાનો આગ્રહ હૉસ્પિટલ સંચાલકો રાખતા હોય છે. જેના લીધે દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી.એટલે જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને “આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ લગાડવા સુચના જારી કરવામા આવી છે.