વાહન પર હોદો કે લખાણ છે? તો આજે જ હટાવી લેજો! રાજકોટમાં પોલીસે હાથધરી કાર્યવાહી

Is there a text on the vehicle? So get rid of it today! Police conducted a drive in Rajkot

આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યમાં મોટા-મોટા મહાનગરોમાં અનેકવાર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ હાથ ધરાતી હોય છે. જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ યોજવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ અને ગેરકાયદેસર લખાણને લખનારાઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

Is there a text on the vehicle? So get rid of it today! Police conducted a drive in Rajkot

એ સિવાય અમુક વાહનોને પોલીસે ડીટેઇન કર્યા હતા તો અમુક વાહનચાલકને દંડ ફટકારવામાં આવ્યો. આ સાથે ટ્રાફિક પોલીસની આ મેગા ડ્રાઇવમાં અનેક વાહનોમાં પોલીસના પાટિયા લગાડેલા જોવા મળ્યા. 7 પોલીસકર્મીને હેડક્વાર્ટરમાંથી લાઈન આઉટ કરાયા. તો બીજી બાજુ પોલીસકર્મી અને તેના સગા-સંબંધીઓ પોલીસના સ્ટીકર લગાડેલા જોવા મળ્યા.

Is there a text on the vehicle? So get rid of it today! Police conducted a drive in Rajkot

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા મોટા-મોટા નગરોમાં મેગાડ્રાઇવ હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે છે. જેમાં ક્યારેક પોલીસ વાહનો ડિટેઇન કરે છે તો ક્યારેક પોલીસ જે-તે નિયમભંગને અનુસાર દંડ પણ ફટકારતી હોય છે.

Is there a text on the vehicle? So get rid of it today! Police conducted a drive in Rajkot

મહત્વનું છે કે, પહેલાં તો ટ્રાફિક પોલીસ રસ્તા પર ઉભા રાખીને વાહનો ડિટેઇન કરતી અને જરૂરી નિયમભંગ મુજબ દંડ ફટકારતી. પરંતુ હવે તો રાજ્યમાં ચારેબાજુ ઇ-મેમો શરૂ થઇ ગયા છે. એટલે કે જાહેર રસ્તાઓ પર CCTV દ્વારા ઓનલાઇન ઇ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ કેટલાંક નાગરિકોએ તો ઇ-મેમો પણ ભર્યો નથી હોતો. આથી, તાજેતરમાં જ એકાદ મહિના અગાઉ હાઇકોર્ટે પણ ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’