IPOમાં તેજીનો સળવળાટ જાગ્યો! કંપનીઓ કરોડોનો ફાયદો કરશે

IPO woke up boom! Companies will gain crores

ઇક્વિટી માર્કેટમાં કરેક્શનનો તબક્કો લગભગ પૂર્ણ થઇ ચૂક્યો છે. જુલાઇના અંતીમ સપ્તાહથી માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડની શરૂઆત થઇ છે. વૈશ્વિક સ્તરે ફુગાવો કાબુમાં આવશે, કોમોડિટીની કિંમતો ઘટવા લાગી છે. ક્રૂડ 90-115 ડોલરની રેન્જમાં સીમિત રહી જશે તેવા અનેક મજબૂત કારણોથી કંપનીઓ વિસ્તરણની યોજના ઘડવા લાગી છે. કેલેન્ડર વર્ષ 2022ના અંત સુધીમાં સરેરાશ 30-35 કંપનીઓ આઇપીઓ દ્વારા 45-50 હજાર કરોડ એકત્ર કરશે તેવો અંદાજ છે. આઇપીઓ લાવવા માટે સેબીએ 28-30 કંપનીઓને મંજૂરી આપી છે. પ્રાઇમરી માર્કેટમાં ફંડ એકત્ર કરવા માટે જે કંપનીઓએ સેબીની મંજૂરી મેળવી છે તેમાં લાઇફસ્ટાઇલ રિટેલ બ્રાન્ડ ફેબઇન્ડિયાનો સમાવેશ થાય છે.

IPO woke up boom! Companies will gain crores

મોટાભાગની કંપનીઓએ હજુ સુધી તેમના આઇપીઓ લોન્ચિંગ તારીખ જાહેર કરવાની બાકી છે અને બજારની વર્તમાન સ્થિતિ પડકારજનક હોવાથી તેઓ તેમના ઇશ્યૂ રજૂ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી હોવાનું મર્ચન્ટ બેન્કર્સે જણાવ્યું હતું. હાલનું વાતાવરણ પડકારજનક છે અને જે કંપનીઓ મંજૂરીઓ ધરાવે છે તેઓ પ્રારંભિક શેર-સેલ્સ શરૂ કરવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહી છે. વાસ્તવમાં તેમાંથી અનેક કંપનીઓએ રોડ શો પૂરો કર્યો છે અને યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.

IPO woke up boom! Companies will gain crores

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પ્રમાણે કુલ 28 કંપનીઓએ એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન ભંડોળ ઊભું કરવા માટે આઇપીઓ રૂટને ટેપ કરવા માટે મંજૂરી મેળવી હતી. આ કંપનીઓ કુલ મળીને રૂ. 50,000 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ રૂ. 33,254 કરોડ ભંડોળ એકત્ર કર્યું છે તેમાંથી સૌથી વધુ હિસ્સો એલઆઇસીનો રૂ. 20,557 કરોડનો રહ્યો છે. તમામ કંપનીઓ એપ્રિલ-મે દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં આવી હતી અને મે પછી એક પણ પબ્લિક ઇશ્યૂ લોન્ચ થયો ન હતો. જૂન-જુલાઇ બાદ અનેક કંપનીઓ આઇપીઓ લાવવા માટે સેબીમાં પ્રોસ્પેક્ટ ફાઇલ કર્યા છે જે બજાર માટે ફરી પોઝિટીવ ટ્રેન્ડ દર્શાવે છે. પ્રાઇમરી માર્કેટ માટે 1994 પછીનું સૌથી ખરાબ ક્વાર્ટર રહ્યું કે જેમાં મેઇન બોર્ડમાં એક પણ કંપની લિસ્ટીંગ કરાવી ન શકી. વૈશ્વિક સ્તરે જિયો-પોલિટીકલ ઇશ્યુ, સ્લોડાઉન, માર્કેટની અનિશ્ચિતત્તાના કારણે કંપનીઓએ આઇપીઓની વિચારણમાં પાછી ઠેલવી હતી પરંતુ હવે ફરી આઇપીઓ માર્કેટ વેગવંતું બનશે અને વર્ષાન્ત સુધીમાં 50 હજાર કરોડથી વધુના આઇપીઓ યોજાશે.