LICની આ પોલિસીમાં કરો રોકાણ! 4 વર્ષમાં 1 કરોડ રૂપિયા બનાવો

Invest in this policy of LIC! Make 1 crore rupees in 4 years

જો તમે મોટું રોકાણ કરીને મોટું ફંડ લેવા માંગતા હોવ. તો ભારતીય જીવન વીમા નિગમ તમારા માટે એક શાનદાર પ્લાન લઈને આવ્યું છે. દેશની સૌથી ભરોસાપાત્ર જીવન વીમા પોલિસી આપતી કંપની LIC છે. જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. એલઆઈસી દર વર્ષે કેટલીક અલગ-અલગ પોલિસી લઈને આવે છે. એલઆઈસી પાસે તમામ ઉંમરના લોકો માટે જબરદસ્ત પોલિસી છે.

Invest in this policy of LIC! Make 1 crore rupees in 4 years

એલઆઈસીની આવી ઘણી સ્કીમ્સ પણ છે જેમાંથી તમે મેચ્યોરિટી પર સારું ફંડ બનાવી શકો છો. આવી જ એક પોલિસી છે LIC જીવન શિરોમણિ પોલિસી. આ પોલિસી દ્વારા તમે 4 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. જો કે, અહીં તમારે વધુ પ્રીમિયમ રકમ ચૂકવવી પડશે. LICની આ પોલિસી વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી. તે નોન-લિંક્ડ, ઈન્ડિવિઝ્યુઅલ, જીવન વીમા બચત યોજના છે. આ મની બેક પ્લાન છે જેમાં લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ રૂ. 1 કરોડ છે. આ પોલિસી હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

Invest in this policy of LIC! Make 1 crore rupees in 4 years

LIC જીવન શિરોમણી પોલિસીમાં 5 વર્ષ માટે બેઝિક સમ એશ્યોર્ડ રૂ 50 હજાર પ્રતિ હજારના દરે મળે છે. આ પછી છઠ્ઠા વર્ષથી પ્રીમિયમ ભરવાની મુદત સુધી બેસિક સમ એશ્યોર્ડ 55 રૂપિયા પ્રતિ હજારના દરે  મળે છે. ઉપરાંત લોયલ્ટી એડિશનના રૂપમાં નફો પણ આ પોલિસીમાં સામેલ છે.

Invest in this policy of LIC! Make 1 crore rupees in 4 years

જીવન શિરોમણી પોલિસીમાં બેસિક સમ એશ્યોર્ડની રકમ 1 કરોડ રૂપિયા છે. આ માટે ગ્રાહકે 4 વર્ષ માટે રોકાણ કરવાનું રહેશે. ત્યાર બાદ રિટર્ન મળવા લાગશે. રોકાણની રકમ વિશે વાત કરીએ તો ગ્રાહકે દર મહિને લગભગ 94,000 રૂપિયા જમા કરાવવા પડશે. પોલિસીધારકો 14, 16, 18 અને 20 વર્ષ સુધી LIC જીવન શિરોમણી પોલિસીમાં નાણાંનું રોકાણ કરી શકે છે. પોલિસીધારક Policyholder Monthly, Quarterly, Half Yearly and Yearly ધોરણે પ્રીમિયમની ચૂકવણી કરી શકે છે.LIC જીવન શિરોમણી પોલિસીમાં રોકાણ કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. પોલિસીમાં રોકાણની મહત્તમ ઉંમર અને અવધિ વિશે વાત કરીએ તો 45 વર્ષના રોકાણકારો 20 વર્ષ માટે રોકાણ કરી શકે છે. 48 વર્ષના લોકો 18 વર્ષ સુધી રોકાણ કરી શકે છે. 51 વર્ષના લોકો 16 વર્ષ સુધી અને 55 વર્ષના લોકો 14 વર્ષ સુધી રોકાણ કરી શકે છે. આ યોજનામાં LIC ગ્રાહકોને લોન લેવાની સુવિધા આપવામાં આવે છે. લોન મેળવવા માટે ગ્રાહકે અમુક શરતોની સાથે ઓછામાં ઓછા 1 વર્ષના સમયગાળા માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. લઘુત્તમ એક પોલિસી વર્ષ પૂર્ણ થયા પછી જ લોનની સુવિધા ઉપલબ્ધ છે.