નિરંકુશ વધતી જતી મોંઘવારી એ ચૂંટણી સમયસર હોવાના સંકેત: નિષ્ણાતોનો મત

આમ તો છેલ્લા ઘણાં દિવસોથી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓ એ ચૂંટણી વહેલી આવવાના સંકેત દર્શાવી રહી છે , પરંતુ નિષ્ણાતોના મતે  વધતી જતી મોંઘવારી એ ચૂંટણી સમયસર હોવાના સ્પષ્ટ સંકેતો દર્શાવી રહી છે..

સામાન્ય રીતે ચુંટણી નજીક આવતી હોય ત્યારે કોઈપણ પક્ષની સરકાર કોઈપણ કાળે મોંઘવારી કાબુમાં રાખવાના પ્રયાસો કરતી હોય છે. કોઇપણ પક્ષ હોય એ પ્રજાનો વિશ્વાસ મેળવવા માટે પ્રજાને રીઝવવાના પ્રયત્નો કરતી હોય છે,  શાસકો પ્રજાને ફાયદો કરાવીને પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે તો વિપક્ષ પ્રજાના પ્રશ્નો માટે લડત દેખાડીને પ્રજાને મનાવવાના પ્રયાસ કરતી હોય છે.આથી કાબુ બહાર જતી મોંઘવારી ચૂંટણીને હજી વાર છે તેવું સાબિત કરે છે તેવો નિષ્ણાતોનો મત છે. ઉદાહરણ જોઈએ તો ઉતરપ્રદેશની ચુંટણી હોવાના કારણે તમામ મોરચે મોંઘવારીને બાંધી રાખવામાં આવી હતી  અને જેવી ચૂંટણી પૂરી થઈ અને સૂઈ સે લેકે સોના ચાંદી બધું મોંઘુ થઈ ગયું છે.

જો કે ચૂંટણી આવે કે ના આવે સામાન્ય માણસ આ મોંઘવારીથી પીડાઈ રહ્યો છે તે હકીકત છે. પક્ષો સામસામે જે લડાઈ કરે , વિરોધ કરે કે પછી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે પરંતુ આખરે સામાન્ય પ્રજાએ જ ભોગવવાનો વારો આવે છે તે હકીકત છે.