અમેરિકાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિકાગો રાજ્યના શિકાગોમાં યોજાઈ રહેલા સમારંભમાં ફાયરિંગની ઘટના સર્જાઈ છે. આ ઘટના હાઈલેન્ડ પાર્કમાં થઈ છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેક કાઉન્ટી શેરિફની ઓફિસ તરફથી આ માહિતી આપવામાં આવી છે. ઓફિસે લોકોને આ વિસ્તારથી દૂર જવા કહ્યું છે,જેથી પોલીસ તેનું કામ કરી શકે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે બે વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. અહીં પરેડ સવારે 10 વાગે શરૂ થઈ હતી, પણ ફાયરિંગ થતા 10 મિનિટ બાદ તે અટકાવી દેવામાં આવી હતી. ગયા વર્ષે પણ ફ્રીડમ ડે નિમિત્તે ફાયરિંગ થયું હતું, જેમાં 19 લોકોના મોત થયા હતા.
હાઈલેન્ડ પાર્કમાં રહેલા એક પ્રત્યક્ષદર્શી દેબી ગ્લિકમેને કહ્યું કે તે પોતાના સાથીઓ સાથે પરેડ ફ્લોટ પર ઉપસ્થિત હતા. તેણે ઓચિંતા જ લોકોને બૂમો પાડતા જોયા. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. તેઓ કહેતા હતા કે અહીંથી ભાગો…કોઈ શૂટર છે…કોઈ શૂટર છે. ફાયરિંગ કરી રહ્યો છે. લોકો ખૂબ જ ડરેલા હતા.