પીવી સિંધુ જાપાનીઝ પ્રતિસ્પર્ધીને હરાવી પહોંચી સિંગાપોર ઓપન ફાઇનલમાં

India's PV Sindhu reaches Singapore Open final, defeats Japanese opponent in semi-finals

ભારતીય શટલર પીવી સિંધુ જાપાની ખેલાડી કાવાકામીને હરાવીને સિંગાપોર ઓપન ફાઇનલમાં પંહોચી છે. ડબલ ઓલમ્પિક પદક વિજેતા પીવી સિંધુએ 32 મિનિટની સેમિફાઇનલ મેચમાં 21-15, 21-7 થી જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.અને તે હવે 2022 સીઝનના તેના પહેલા સુપર 500 ટાઇટલથી ફક્ત એક જીત દૂર છે. સિંધુ વર્ષ 2018માં ચાઇના ઓપનમાં છેલ્લી મેચ રમીને 2-0ના રેકોર્ડ સાથે પ્રવેશ કર્યો હતો.જેમાં પીવી સિંધુએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેમાં તેને ચીનની ખેલાડી હાન યુઈને હરાવી હતી.કાલના મેચમાં 17 -21, 21-11, 21-19 થી હાર આપી હતી. તે સાથે જ ભારતની સાયના નેહવાલને જાપાનની આયા ઓહોરી એ માત આપી હતી.

India's PV Sindhu reaches Singapore Open final, defeats Japanese opponent in semi-finals

આયા ઓહોરીની જીતથી સાયના નહેવાલ આ ટુર્નામેંટથી બહાર થઈ ગઈ હતી. પરંતુ સાયના નહેવાલ લગભગ 15 મહિના પછી કોઇ ટુર્નામેંટના ક્વાટર ફાઇનલ સુધી પંહોચી હતી. બે વખતની ઓલમ્પિક મેડલિસ્ટ અને વિશ્વ રેન્કિંગમાં સાતમાં નંબરની ખેલાડી પીવી સિંધુ લગભગ બે મહિના પછી પહેલી વખત ફાઇનલમાં પંહોચી છે. એમને થાઈલેન્ડ ઓપનમાં સેમિફાઇનલ સુધી પંહોચીને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલના ટુર્નામેંટમાં સિંધુ એકલી ભારતીય ખેલાડી છે જે ફાઇનલ્સમાં પંહોચી ગઈ છે.