એશિયા કપ માટે 15 સભ્યની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન અને ઉપકેપ્ટન કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ તથા આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

27 ઓગસ્ટથી શરૂ થનારી ટુર્નામેન્ટમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું નથી. PTIના અહેવાલ પ્રમાણે બુમરાહ ઈજાનો સામનો કરી રહ્યો છે. તે ટીમમાં ન હોવાથી એશિયા કપમાં ભારતની આશા મોટો ફટકો પડ્યો છે.

ભારતીય ટીમ 28મી ઓગસ્ટના રોજ એશિયા કપમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ વખતે એશિયા કપની યજમાની શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) કરી રહ્યું છે. અગાઉ આર્થિક કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખી આ કપનું આયોજન શ્રીલંકાને બદલે UAEમાં કરવાની ચર્ચા હતી.





















