Site icon Meraweb

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે બે મેડલ પોતાના નામે કર્યા! આ બને ખેલાડીઓએ બાજી મારી

India won two medals in the Commonwealth Games! These are the players who beat me

સોમવારે કોમનવેલ્થ ગેમ્સમાં જૂડોમાં ભારતને બે મેડલ મળ્યાં છે. પહેલા સુશીલાદેવીને સિલ્વર અને ત્યાર બાદ વિજય કુમાર યાદવને જૂડોમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતની સુશીલા દેવી લિકમબામ જૂડોની 48 કિલોગ્રામની ફાઈનલમાં હારી ગઈ છે અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે, ફાઈનલમાં સુશીલાનો મુકાબલો સાઉથ આફ્રિકાની મિશેલા વ્હાઈટબોઈ સામે થયો હતો, જેણે ગોલ્ડ પર કબજો જમાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 4 મિનિટ અને 25 સેકન્ડ સુધી ચાલી હતી.

સુશીલા દેવી બાદ જૂડોકો વિજય કુમાર યાદવે પણ બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય જૂડોકા વિજય કુમારે પુરુષોની 60 કિગ્રા સ્પર્ધામાં સાઈપ્રસના પેટ્રોસ ક્રિસ્ટોડોલાઈડ્સને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  સુશીલાનો જન્મ 1 ફેબ્રુઆરી, 1995ના રોજ થયો હતો અને તે મણિપુરની રહેવાસી છે. સુશીલાને બાળપણથી જ જુડોનો શોખ હતો કારણ કે તેનો પરિવાર આ રમત સાથે જોડાયેલો છે.

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સુશીલા દેવી એકમાત્ર ખેલાડી હતી. સુશીલા પીઢ બોક્સર એમસી મેરી કોમને પોતાનો આદર્શ માને છે. જૂડોના ખેલાડીઓને જૂડોકો કહેવાય છે. જૂડોમાં ત્રણ પ્રકારે સ્કોરિંગ થાય છે જેને ઈપપોન, વજા-આરી અને યુકો કહેવાય છે. ઈપપોન ત્યારે થાય છે કે જ્યારે ખેલાડી સામેવાળા ખેલાડીને થ્રો કરે અને તેને ઉઠવા ન દેય. ઈપપોન થાય ત્યારે એક ફૂલ પોઈન્ટ અપાય છે અને ખેલાડી જીતી જાય છે. સુશીલા દેવીએ ઈપપોન દ્વારા સેમિફાઈનલમાં જીત મેળવી હતી.