ભારત બનશે વિશ્વગુરુ: જાણો અમિત શાહે BJP માટે શું કહ્યું

India will become a world leader: Find out what Amit Shah said for the BJP

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે આગામી ૩૦થી ૪૦ વર્ષ તેમની પાર્ટીનો યુગ રહેશે અને ભારત વિશ્વગુરુ બનશે. બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગમાં રાજકીય ઠરાવ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે વંશવાદના રાજકારણ, જાતિવાદ અને તુષ્ટિકરણનું રાજકારણ સૌથી મોટું પાપ ગણાય છે અને આટલાં વર્ષોથી દેશ પીડા ભોગવી રહ્યો છે અને તેના કારણો પણ એ જ છે. આ ઉપરાંત અમિત શાહે બીજેપીના પર્ફોર્મન્સ અને વિકાસના રાજકારણને લોકો તરફથી સમર્થન મળ્યું હોવાની વાત ભારપૂર્વક રજૂ કરવા માટે તાજેતરની ચૂંટણીઓમાં બીજેપીની જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

India will become a world leader: Find out what Amit Shah said for the BJP

આ ઉપરાંત ગૃહપ્રધાને કહ્યું હતું કે બીજેપી તેલંગણ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં પરિવારવાદી શાસનનો અંત લાવશે અને આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં ટૂંક સમયમાં સત્તા પર પણ આવશે.અમિત શાહે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના કેસમાં એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૬૪ જણને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને પડકારતી સ્વર્ગસ્થ એમપી એહસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. જેમાં બીજેપીના લીડરે કહ્યું હતું કે મોદીએ એસઆઇટીની તપાસ દરમ્યાન મૌન અને બંધારણમાં તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો.