12 જુલાઇના રોજ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાઇ હતી. ભારતે તેને 10 વિકેટથી જીતી લીધી હતી ટીમ ઈન્ડિયાની નજર હવે ક્રિકેટના મક્કા લોર્ડસને જીતવાની છે. ત્યાં જીત મળશે તો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની ધરતી પર ચોથી સિરીજ પર કબજો જમાવી લેશે. જો કે ટીમ ઈન્ડિયા આ ઐતિહાસિક મેદાન પર વન ડે છેલ્લા 15 વર્ષથી નથી જીતી શકી. આ સમયગાળામાં ભારતે ઈંગ્લેન્ડ સામે ત્યાં 3 મેચ રમ્યા છે જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ઈંગ્લેન્ડ સામે ત્યાં સાત મેચ રમ્યા છે જેમાં ત્રણ મેકમાં જીત મેળવી છે બાકીના મેચ હારી ગયા છે. બુમરાહ વન ડેમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે.
મંગળવારે ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં બુમરાહે 19 રનમાં છ વિકેટ ઝડપી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે આઇસીસી વન ડે બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો હતો. બુમરાહના નવા બોલના સાથી ખેલાડી મોહમ્મદ શમીએ પણ 3/31 નો રેકોર્ડ નોંધાવ્યો હતો અને ઇંગ્લેન્ડને 25.2 ઓવરમાં 110 રન પર સમેટી લેવામાં તેની ભૂમિકા ભજવી હતી, જેના કારણે શમી ત્રણ વિકેટના ફાયદા સાથે ટીમના સાથી ખેલાડી ભુવનેશ્વર કુમાર સાથે સંયુક્ત રીતે 23મા સ્થાને પહોંચી ગયો હતો. ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાં માત્ર 18.4 ઓવરમાં જ ટીમને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડ્યા બાદ ભારતીય ઓપનર જોડીને પણ કંઈક ધાર મળી છે. સુકાની રોહિત શર્માએ અણનમ 76 રનની ઇનિંગ રમીને ત્રીજા સ્થાને રહેલા વિરાટ કોહલીથી માત્ર એક રેટિંગ પોઇન્ટ પાછળ છોડી દીધો છે, જ્યારે ડાબોડી શિખર ધવન 31 રને અણનમ રહીને 12મા સ્થાને પહોંચી ગયો છે.
ગુરૂવારની મેચમાં ભારતીય ટીમની નજર મેચ જીતીને શ્રેણી પર વિજય મેળવવા પર રહેશે. આ મેચ પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ટીમનો એક ધુરંધર બેટર આ મેચમાં નહીં રમી શકે. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડની સામે પહેલી વન-ડે મેચમાં નહોતા રમી શક્યા. વિરાટ કોહલીને ત્રીજી ટી-20 મેચ દરમ્યાન કમરમાં વાગ્યુ હતુ. વિરાટ ભલે મેચમાં ના રમી શક્યા પરંતુ તે ટીમની સાથે ઓવલ સ્ટેડિયમ આવશ્ય આવ્યા હતા. હવે વિરાટ કોહલીને લઇને એવી અપડેટ આવી રહી છે કે તેમને હજુ સારું થયુ નથી અને બની શકે કે તેઓ બીજી વન-ડે મેચ પણ નહીં રમી શકે.