ભારત-બાંગ્લાદેશ નેવીએ દ્વિપક્ષીય લશ્કરી કવાયત બોંગોસાગર-23 ની ચોથી આવૃત્તિ અને બંગાળની ખાડીમાં બંને દેશોની નૌકાદળ દ્વારા સંકલિત પેટ્રોલિંગની પાંચમી આવૃત્તિ 7 થી 9 નવેમ્બર દરમિયાન હાથ ધરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નૌકાદળના જહાજો અને વિમાનોએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હતું અને બાદમાં દરિયાઈ કવાયત હાથ ધરી હતી.
ભારતીય નૌકાદળના જહાજો INS કુથાર અને INS કિલતાન અને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ (MPA) ડોર્નિયરે બાંગ્લાદેશ નૌકાદળના જહાજો અબુ બકર, અબુ ઉબૈદા અને MPA સાથે કવાયતમાં ભાગ લીધો હતો. બંને નૌકાદળોએ કોમ્યુનિકેશન ડ્રીલ, વ્યૂહાત્મક દાવપેચ અને અન્ય કવાયત હાથ ધરી હતી જે સ્ટીમ પાસ્ટ સાથે સમાપ્ત થઈ હતી. બંને નૌકાદળો વચ્ચે પ્રથમ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત પણ થઈ હતી.