ભારતીય સ્વતંત્રતા દિવસ સેબીબ્રેશનની તાજેતરની તસ્વીરો દુબઈથી આવી છે. ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. એક તરફ દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યુ છે, તો વળી બીજી તરફ એક પ્રસિદ્ધ મોલમાં સબસે આગે હોગે હિન્દુસ્તાની ગીત પર ધમાકેદાર ડાંસ થઈ રહ્યો હતો. તેનો વીડિયો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શેર કર્યો છે.
ભારતની સાથે સાથે વિદેશી ધરતી પર પણ ભારતીય સ્વતંત્રતા દિવસની ધૂમ દેખાઈ રહી છે. દુબઈ પાસે ફેમસ મોલમાં પણ ભારતીયતાનો રંગ જોવા મળ્યો હતો. દુબઈના આ મોલમાં ફ્લેશ ડાંસનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. દેશભક્તિ ગીતની ધુન પર લોકો ખૂબ ડાંસ કરવા લાગ્યા હતા. તેની સાથે ત્યાં અન્ય દેશના લોકો જે શોપિંગ કરવા આવ્યા હતા, તેઓ પણ તાળીઓ વગાડી ભારતીય આઝાદીના જશ્નમાં સામેલ થયા હતા. તો વળી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પોતાના ટ્વિટર હૈંડલ પરથી ડાંસનો આ વીડિયો શેર કર્યો હતો. જેમાં ડાંસ કરનારા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ હર ઘર તિરંગા અભઇયાનને સમગ્ર ભારતમાં સોશિયલ મીડિયા સાઈટ પર પ્રોફાઈલ તસ્વીરોમાં ફેરફાર કર્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત આ અભિયાનથી નાગરિકોને સ્વતંત્રતા દિવસ મનાવવા માટે પોતાના આવાસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ અભિયાનમાં દેશના જાણીતા સેલિબ્રિટિઝ પણ સામેલ થઈ રહ્યા છે.