ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ધબડકો

ભારતીય ટીમ 150 રનમાં ઓલ આઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મહત્ત્વની વાત એ છે કે રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ મેચમાં બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, ભારતની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર દોઢ કલાકમાં જ ભારતીય ટીમે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે પ્રથમ ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા જેમાં એકપણ બેટર અર્ધી સદી ફટકારી શક્યો નહોતો. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી અને ઋષભ પંત સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહ્યા હતા.

ડેબ્યૂ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી ઝળકયો

ભારત તરફથી બુમરાહની કેપ્ટન્સીમાં આ મેચમાં બે યુવા ક્રિકેટર્સે ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી રહેલા નીતિશ કુમાર રેડ્ડીએ લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ કરીને ટીમનો શરમજનક ધબડકો થતાં અટકાવ્યો હતો. તેણે વિકેટકીપર ઋષભ પંતનો સાથ આપીને ટીમના સ્કોરને 150 સુધી પહોંચાડ્યો હતો. પોતાની પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં જ નીતિશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયા માટે સૌથી વધારે રન સ્કોર કરનાર બેટર રહ્યો હતો. નીતિશ રેડ્ડીએ 59 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41 રન ફટકાર્યા હતા.

ભારતને સાતમો ઝટકો

રિષભ પંત પંત-નીતીશની જોડીએ 100 રનનો આંકડો પાર કરાવ્યો હતો

73 રનમાં 6 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ 100 રનની અંદર સમેટાઈ જવાના ડર હતી. પરંતુ રિષભ પંત અને નીતિશ કુમાર રેડ્ડીએ ટીમની કમાન સંભાળી છે. આ બંનેએ ભારતને 100 રનનો આંકડો પાર કરાવ્યો છે.

ભારતે 32 ઓવરમાં 6 વિકેટ ગુમાવી

ભારતે 32 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 73 રન બનાવી લીધા છે. રિષભ પંત 17 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 42 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા છે.   

યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિક્કલ શૂન્ય પર આઉટ થયા 

ભારતને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ત્યાર બાદ આ મેચમાં ત્રીજા નંબરમાં આવેલા દેવદત્ત પડિક્કલ પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. દેવદત્ત તેની ઇનિંગ દરમિયાન ખૂબ જ ડિફેન્સિવ દેખાતો હતો. તેણે કુલ 23 બોલનો સામનો કર્યો, પરંતુ જયસ્વાલની જેમ તે પણ 0 રને આઉટ થયો. 

ત્યારબાદ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ ઈનિંગ્સને લંબાવશે. પરંતુ કિંગ કોહલી પણ જોશ હેઝલવુડના બોલને સમજી શક્યો ન હતો અને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે ભારતીય ક્રિકેટ ટીમે મેચના દોઢ કલાકમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 32/3 થઈ ગયો હતો. 

કુલ 3 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટ આજે (22મી નવેમ્બર) પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના 3 નવા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. તે જ સમયે, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા બે દિગ્ગજ ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા હતા.

ભારતીય ટીમ એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર ​​વોશિંગ્ટન સુંદર છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત દેવદત્ત પડિક્કલને તક આપવામાં આવી હતી.