રાજકોટ જિલ્લાના લોધિકામાં મોટાવડા સરકારી શાળાનાં વિદ્યાર્થીનાં આપઘાતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોટી કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીઓને આપઘાત માટે મજબૂર કરનારા શાળાના આચાર્ય સહિત બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને જીનવ ટૂકાવ્યું હતું. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો ઉતારીને શિક્ષકોના દબાણના કારણે આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું જણાવ્યું. આ સાથે એક સુસાઈડ નોટ પણ લખી હતી. હવે મામેલ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કર્યા છે.
DEO દ્વારા સમગ્ર મામલે સરકારમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. અગાઉ DEOએ આચાર્ય અને શિક્ષિકાને નોટિસ ફટકારી હતી.
સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ શું લખ્યું
આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા… મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક નહોતો તોઈ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા. અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું.
મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે.
મમ્મી મારા ભાઈબંધ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે.
આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર… બધા ખુશ રહેજો. તારો દિકરો ધ્રુવિલ… મારા ગુરુ સોલંકી સર છે, તેમણે મારો સાથ આપ્યો હતો.