સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સાપ,શ્વાન કે અન્ય કોઈ પ્રાણી કરડે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે, અને તબીબો ધનુરનું ઈન્જેક્શન આપતાં હોય છે. કારણેકે કોઈ જાનવરાના કરડવાથી ઈન્ફેક્શન ફેલાય નહી, પરંતુ મહિસાગરના વિરપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.
પતિને પત્નીએ ભર્યા બચકાં
આ કિસ્સામાં વિરપુરની CHCમાં સોમવારે ઘાયલ અવસ્થામાં આવેલી વ્યક્તિએ જ્યારે તેને તેની પત્નીએ બચકાં ભર્યા હોવાની કેફિયત રજુ કરી ત્યારે ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતાં.
તબીબોએ ધનુરનું ઈન્જેક્શન આપ્યું અને દવા આપી
જો કે ડોક્ટરે યુવાનની સારવાર કરતાં તેને ધનુરનું ઈન્જેક્શન આપ્યું અને દવા આપી હતી. આ અંગે કેસ પેપરમાં બૈરુ કરડવાની નોંધ કરાઈ હતી. જોકે આ મામવે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. તો બીજી તરફ આ કેસ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.