Site icon Meraweb

ધોરાજીના અનેક વિસ્તારોમાં પાલિકાની સ્ટ્રીટ લાઈટ બંધ થતા અંધારપટ્ટ છવાયો

ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામા ઉણી ઉતરી હોય એવુ લાગી રહયુ છે ધોરાજી મા રોડ રસ્તાઓ નો પ્રશ્ન હોય કે પીવાના પાણીનો પ્રશ્ન હોય કે પછી સાફ-સફાઈનો પ્રશ્ન હોય તેમા અન્ય એક લોકોને તકલીફમા વધારો થાય તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે… એ પ્રશ્ન છે સ્ટ્રીટ લાઈટ નો પ્રશ્ન તંત્રની અણઆવડતને કારણે સ્ટ્રીટ લાઈટો ઘણા વિસ્તારોમા બંધ જોવા મળેલ છે. ઘણા વિસ્તારોમા સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ છવાઈ ગયો છે. ધોરાજીના જેતપુર રોડ સ્ટેશન રોડ બહાર પુરા જેવા અનેક વિસ્તારમા સ્ટ્રીટ લાઈટ શોભાના ગાંઠીયા સમાન ઉભી છે… સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સ્થાનિક રહીશોને ભારે તકલીફ વેઠવાનો વારો આવેલ છે.

વિસ્તારો મા સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ હાલતમા હોય સ્થાનિક લોકોને સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી ઘણી તકલીફ પડી રહી છે જેમા અંધારપટ હોય ત્યારે નાના મોટા અકસ્માતોનો ભય સતાવી રહયો છે.

વિસ્તારમા સ્ટ્રીટ લાઈટ બંધ હોય તો ચોરી થવાના બનાવોનો પણ ભય લોકોને લાગી રહયો છે નગરપાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરાઈ પણ કોઈ નિરાકરણ આવેલ નથી , જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક જયા જયા સ્ટ્રીટ લાઈટ બંધ તેને ચાલુ કરાવે તો નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે જણાવેલ કે જયા જયા વિસ્તારની ફરિયાદ છે તેની સમસ્યાનું યોગ્ય સમયે નિરાકરણ લેવામા આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.