દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આજથી લાભ પાચમ ના શુભ દિનથી જણસોની આવક શરૂ કરવામાં આવી જેમાં ગઈકાલ રાતથી અંદાજિત સાડા ત્રણસો જેટલા વાહનો કતારમાં ઉભા હતા જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પાયે આવક શરૂ થઈ છે.
તહેવારો બાદ પ્રથમ દિવસે જ મગફળીનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં આવી ગયો કે તાત્કાલિક એક જ દિવસમાં આવક પર રોક લગાવવામાં આવી છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક પર રોક લગાવવામાં આવી છે. જામનગર તાલુકામાં નવ નંબર અને 66 નંબરની મગફળી ખૂબ જ હોટ ફેવરેટ છે તે મગફળી ખરીદવા માટે તમિલનાડુ થી વેપારીઓ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે છે. દિવાળી પહેલા 9 નંબર અને 66 નંબર મગફળી નો ભાવ 2400 પ્રતિમણ સુધી બોલાયો હતો અને હજુ પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે મગફળીનો પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો છે જેના કારણે ઘણા બધા ખેડૂતોને મોટા પાયે ખોટ ગઈ છે