Site icon Meraweb

જામનગરમાં યુવતીના સ્નાન કરતો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી અને ત્રણ શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

જામનગર શહેરમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મોની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી દીધી છે. જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા પંચેશ્વર ટાવર નજીક એક ફ્લેટમાં અને અન્ય સ્થળોએ યુવતી પર ત્રણ શખ્સો દ્વારા દુષ્કર્મની વિગતો યુવતી દ્વારા પોલીસને આપતા આરોપીઓને દબોચી લેવા પોલીસ ઉંધા માથે લાગી છે.

આ બાબતની સમગ્ર વિગતની જો વાત કરીએ અને આધારભૂત સૂત્રોનું જો માનવામાં આવે તો જામનગર શહેરમાં રહેતી એક 21 વર્ષીય યુવતી બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે આ કેસનો મુખ્ય આરોપી એક સમયે તેણીના ફોટા અને વિડિયો લઈ ત્યારબાદ તે ફૂટેજના આધારે તે યુવતીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી , ત્યારબાદ બ્લેકમેલિંગના આધારે યુવતીના ન્યૂડ વિડીયો અને ફોટો લીધેલા યુવકે તેના અન્ય બે મિત્રોએ છેલ્લા દોઢેક વર્ષ પહેલાં ના સમયગાળાથી ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ યુવતીએ પોલીસને આપ્યા બાદ પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓને હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેન્સના આધારે પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની માહિતી પોલીસ દ્વારા આજ સાંજ સુધીમાં સતાવાર રીતે જાહેર થઈ શકે છે.