અમરેલી- જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર મોડી રાતે હુમલાની ઘટના બની હતી. મોડી રાતે સામા કાંઠે બોટ મુકવા બાબતે કેટલાક લોકો સાથે સ્થાનિક વ્યક્તિઓ અને ચેતન શિયાળને ભારે માથાકૂટ થઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચેતન શિયાળનો હથિયાર કાઢતો વિડિયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ જાફરાબાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચેતન શિયાળે રિવોલ્વર કાઢતા મામલો વધુ ગરમાયો
બોટ મૂકવા બાબતે થઈ હતી માથાપચ્ચી
આ મામલો ધીમે ધીમે વધુ ગરમાયો હતો. મામલો વધુ બિચકતા ચેતન શિયાળ પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પણ છે.
હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને ગંભીર ઈજાઓ પહોંચી
આ હુમલામાં હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ચેતન શિયાળને ગંભીર ઈજાઓ થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ઘટનાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી સહીત સમર્થકો હોસ્પિટલમાં દોડ્યા હતા.