અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે કરોડો રૂપિયાનો દંડ વસૂલ્યો

અમરેલી જીલ્લામાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માં ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા ઈસમો સામે ખનિજ ના ખાણકામ,વહન અને સંગ્રહના કુલ ૩૬૮ કેસો કરવામાં આવેલ.જેમાં કુલ રૂપિયા ૧,૬૭,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ સળસઠ લાખ પુરા/-) ની વસુલાત કરવામાં આવેલ છે. અગાઉના વર્ષ ૨૦૨૧-૨૨ માં ખનિજ ચોરી બાબતે ૨૦૬ કેસો પૈકી કુલ રૂપિયા ૧,૧૬,૦૦,૦૦૦/-( અંકે રૂપિયા એક કરોડ સોળ લાખ પુરા/) ની વસુલાત કરવામાં આવેલ છે. જેમાં એકંદરે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માં જાન્યુઆરી-૨૦૨૩ અંતિત કુલ ૧૬૨ કેસનો વધારો થયેલ છે જેની સામે વસુલાત પણ કુલ રૂપિયા ૫૧,૦૦,૦૦૦/-(અંકે એકાવન લાખ રૂપિયા પુરા) ગત વર્ષની સાપેક્ષમાં વધારે થયેલ છે.

અમરેલી જીલ્લામાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રૂ.૫૧,૮૫,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એકાવન કરોડ પીન્ચ્યાસી લાખ પુરા/-) ની રોયલ્ટીની આવક કરી સરકારશ્રીની તિજોરીમાં જમા કરેલ છે. જેમાં ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રૂ.૩૪,૭૧,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા ચોત્રીસ કરોડ એકોતેર લાખ પુરા/-) ની રોયલ્ટીની આવક થયેલ. જેમાં એકંદરે ગત વર્ષ કરતા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ (જાન્યુઆરી-૨૦૨૩ અંતિત)માં ૪૦% રોયલ્ટીની આવકમાં વધારો થયેલ છે.