મહત્વનો નિર્ણય: કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને અપાશે સહાય

Important decision: Assistance will be given to farmers cultivating lotus fruit

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે રાજ્યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ.૧૦૦૦ લાખની આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.કૃષિ મંત્રીએ વિગતો આપતા કહ્યું હતું કે સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને હેકટરદીઠ મહત્તમ રૂ ૪,૫૦,૦૦૦/ની સહાય માટે કુલ રૂ ૧૦૦૦ લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભા કરવા, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમા આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ રૂ ૫૦ લાખની સહાય માટે કુલ રૂ.૬૫૦ લાખનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો  છે.

Farmers of Panchmahal district have become self-reliant under various schemes of the government

આ પ્રોત્સાહન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા બંને કાર્યક્રમો માટે કુલ રૂ. ૧૬૫૦ લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે તેમ કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલે ઉમેર્યું હતું.કૃષિ મંત્રીએ કહ્યું હતું કે કમલમ ફળ(ડ્રેગનફ્રૂટ)માં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે.  ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે.  કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે.