Site icon Meraweb

પોચા હદયના લોકો ના જોતાં આ સીરિઝ આવી જશે હાર્ટ એટેક! આ છે બેસ્ટ હોરર ફિલ્મ

If you don't see the people of Pocha Hadaya, this series will come attack! This is the best horror movie

ભૂત સાથે જોડાયેલી વાતોએ હંમેશા લોકોમાં ઉત્તેજના જગાવે છે, તેમને ડરાવી દે છે. જો કે આજે પણ ભૂત-પ્રેત છે કે નહીં તે પ્રશ્ને લોકો મુંઝવણમાં છે. તમને તમારી આસપાસ ઘણા લોકો મળશે જેણે ભૂત જોયું છે અથવા તેમની હાજરી હોવાનો દાવો કર્યો છે. સામાન્ય વ્યક્તિ માટે તેમનું સત્ય સમજવું મુશ્કેલ છે. તેમ છતાં, આત્માઓની દુનિયા હંમેશાં લોકોને ડરાવતી રહી છે. અહીં અમે કેટલીક એવી ભારતીય હૉરર ફિલ્મો વિશે વાત કરી રહ્યાં છીએ જે તમારા રુંવાડા ઉભા કરી શકે છે. આ 5 ફિલ્મો એકલા જોવાની હિંમત ન કરો.

  1. પરછાઈ: 
    આ વેબ સિરીઝ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે, જે મહાન નવલકથાકાર રસ્કિન બોન્ડની સૌથી ભયાનક હોરર વાર્તાઓને પડદા પર જીવંત કરી રહી છે. આ વેબ સિરિઝની ખાસ વાત એ છે કે એના દરેક એપિસોડમાં તમારી પાસે એક નવી હૉરર સ્ટોરી હશે.
  1. ગેહરાઈયાનઃ 
    આ વેબ સિરીઝની સ્ટોરી એક એવી છોકરી પર જ છે જેને ભૂતકાળની કોઈ વસ્તુથી પરેશાન કરવામાં આવી રહી છે. વળી, વાર્તામાં વધુ બે લોકો છે. એક તેનો રહસ્યમય પાડોશી છે અને બીજો તેનો બેસ્ટ મિત્ર છે. તમે આ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ VIUમાં જોઈ શકો છો.

ઘોલઃ 
આ હોરર વેબ સિરીઝની વાર્તા એક વિચિત્ર કેદીથી શરૂ થાય છે, જેને સેનાએ પકડી લીધો હતો. જ્યારે તેઓ કેદીની પૂછપરછ શરૂ કરે છે, ત્યારે વિચિત્ર ઘટનાઓ બને છે. આ સિરીઝ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.