Site icon Meraweb

નોકરી તો હું શોખથી કરૂ છું, દસ હજારની તો ચપ્પલ પહેરૂ છુંઃ એસીબીના હાથે ઝડપાયેલી નીતા પટેલનો વૈભવી ઠાઠ

સરકારી કર્મચારીઓ દ્વારા અરજદારો પાસેથી લાંચ માગવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના નરખડી ગ્રામપંચાયતની મહિલા તલાટી નીતા પટેલની 1 લાખની લાંચના કેસમાં સુરત એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આ સાથે જ લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાની પણ ધરકપકડ કરવામાં આવી છે. અરજદારે વીજ મીટરની મંજૂરી માટે અરજી કરી હતી. તલાટીએ આંગડિયા મારફત લાંચ સ્વીકારી. સુરતથી ગાંધીનગર આંગડિયા મારફત લાંચ માંગવામાં આવી હતી. આ પ્રકારે લાંચ લેવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. લાંચ કેસનો સહ આરોપી મહેશ આહજોલિયા સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી ચલાવે છે. આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બન્યા હતા. પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે ગોઠવ્યો હતો. જોકે ચોંકાવનારી બાબત એ છે કે તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આહજોલિયાને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે.

આંગડિયા પેઢી દ્વારા મંગાવી લાંચની રકમપ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે પતરાના શેડવાળી ઓરડીઓમાં વીજ મીટર લેવાનું હતું. એ માટે નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા ખેડૂતે અરજી કરી હતી. એ માટે તલાટી નીતાબેન મોકમભાઇ પટેલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જ્યારે તલાટી વતી મહેશભાઇ અમૃતભાઇ આહજોલિયાએ લાંચની રકમ આંગડિયા મારફત ગાંધીનગર ખાતે સ્વીકારી હતી. મહિલા તલાટીની લાંચ માગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને સુરત એસીબીએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિ તરીકે મહેશ આહજોલિયાની ધરપકડ કરી હતી.સુરત એસીબીના હાથે ઝડપાયેલી મહીલા તલાટી નીતા પટેલ વૈભવી ઠાઠથી જીવે છે. કોઇ લાંચની રકમ ઓછી કરવાની વિનંતિ કરે તો રોકડુ પરખાવતી કે દસ હજારની તો હું ચપ્પલ પહેરૂ છું. એક રૂપિયો ઓછો નહીં થાય. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહીલા તલાટીને સુરત એસીબીએ રૂપિયા એક લાખની લાંચ લેતા રંગે હાથ પકડી છે. તેની લાઇફ સ્ટાઇલ વિશે નવી નવી વિગતો બહાર આવી રહી છે. નીતા પટેલ નામની આ મહીલા તલાટીની સાથે સાથે તેનો ગુરૂ મહેશ આહજોલિયાને પણ એસીબી દ્વારા પકડી લેવામાં આવ્યો છે. આ બંને ગૂરૂ શિષ્યની જોડી ભર્ષ્ટાચાર કરવામાં એક્કો છે. આંગડિયા દ્વારા લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયા નીતા પટેલનો લાંચ લેવામાં જોડીદાર છે. નીતા પટેલે ગાંધીનગરની જ્ઞાન એકેડેમીના સંચાલક મહેશને લાંચની રકમ લેવા માટે જ ગોોઠવ્યો હતો. નીતા પટેલ જ્ઞાન એકેડેમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાનું જાણવા મળે છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામે એક ખેડૂતને વીજ મીટર લેવાનું હતું. આ વીજ મીટર પતરાના શેડવાળી ઓરડીઓમાં લેવાનું હોવાથી ઘર નંબર મેળવવો જરૂરી હતો. આથી ઘરનંબર મેળવવાા માટે ખેડૂતે અરજી કરી હતી. આ માટે તલાટી નીતાબેને રૂ. એક લાખની રકમ લાંચ પેટે માંગી હતી. આ લાંચની રકમ તલાટી વતી મહેશે સ્વીકારી હતી. લાાંચ માગવાની આ મોડસ ઓપરેન્ડી અને સમગ્ર કડીન સુરત એસીબીએ તોડી પાડી છે. આંગડિયા પેઢી મારફતે લાાંચની રકમનો હવાાલો પાડવાની સમગ્ર વ્યવસ્થા જાણીને એસીબી પણ ચોંકી ગઇ હતી.

જ્યારે ફરિયાદીએ લાંચની રકમ ઓછી કરવા માટે આજીજી કરી ત્યારે નીતાએ કહ્યું હતું કે નોકરી તો હું શોખને ખાતર કરૂ છું. દસ હજારથી ઓછી રકમના તો હું ચપ્પલ પપણ પહેરતી નથી એમ કહીને લાંચની રકમ ઓછી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. મહેશ સેક્ટર છમાં ઘણા વર્ષોથી જ્ઞાન એકેડેમી ચલાવે છે. તેને એસીબીએ આંગડિયામાં આવેલી લાાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.