જામનગરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર ચાલી રહી છે ત્યારે ચંગા પાટીયા થી ચંદ્રગઢ ગામ વચ્ચે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા એક દંપતીનું મોત થયું છે. તેમજ એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા છે. જેમાંથી બે સભ્યોને સામાન્ય ઇજા પહોંચી છે તો એકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર તાલુકાના ચંગા પાટીયા થી ચંદ્રાગા ગામ તરફ બેકાર સામ સામે ધડાકાભેર અથડાતા બંને કારના પડીકા વળી ગયા હોય તેવી કારની હાલત થઈ હતી. અકસ્માતમાં કારમાં બેસેલા પાંચ થી છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત ની જાણ થતા પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં કાંતિભાઈ પોપટભાઈ અને તેમના પત્ની શારદાબેન કાંતિભાઈ નામના દંપત્તિનું મોત નીપજ્યું છે. દોઢીયા ગામ થી રામપર શ્રાદ્ધ કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત થી એકદમ પતિનું મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.





















