‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ની સાથે બધાનો ‘જોશ હાઈ’ કરનાર વિકી કૌશલનું ફેન્સ લિસ્ટ ઘણું લાંબુ છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી. ખાસ કરીને ફિમેલ્સની વચ્ચે તેનો અલગ જ ક્રેઝ છે. આમ તો દરેક વ્યક્તિ પોતાના ફેવરેટ સ્ટારની સાથે તસવીર ક્લિક કરાવવા માટે ઉત્સાહિત હોય છે, પરંતુ સોશિયલ મીડિયા પર વિકી કૌશલની એક એવી ફેન્સનો વીડિયો વાયરલ થયો છે, જેને ઉરીના એક્ટર સાથે ફોટો ક્લિક કરાવવા માટે પોતાના દુલ્હાને રાહ જોવડાવી.
સોશિયલ મીડિયા પર આ યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનના કપડાંમાં સજેલી યુવતીને વિકી કૌશલની સાથે ફોટો ક્લિક કરવાની જીદ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં યુવતી કહે છે કે, આજે તે પોતાના ફેવરેટ સ્ટારની સાથે ફોટો ક્લિક કરાવવીને જ રહેશે, પછી ભલે તેના વરને ગમે તેટલી રાહ જોવી પડે.
વીડિયોમાં યુવતી કહે છે કે- મારો વર મારા માટે નીચે રાહ જોઈ રહ્યો છે, પરંતુ હું ત્યાં સુધી મંડપમાં નહીં જઉં, જ્યાં સુધી વિકી કૌશલની સાથે હું તસવીર ક્લિક નહીં કરાઉં. યુવતીની મિત્રોએ અભિનેતાના બોડીગાર્ડને વિકીને મળવા દેવાની વિનંતી પણ કરી હતી, પરંતુ આ દુલ્હનનું પોતાના ફેવરેટ અભિનેતાની સાથે મળવાનું સપનું અધુરૂં રહી જાય છે. બધા પ્રયાસો પછી પણ તે વિકી કૌશલની સાથે તસવીર ક્લિક કર્યા વગર મંડપમાં જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો એપ્રિલ 2020નો છે, આ દરમિયાન વિકી કૌશલ પોતાની ફિલ્મના શૂટિંગના કામે મસૂરી ગયો હતો. તે પોતાના સાથી કલાકારો એમી વિર્ક, તૃપ્તિ ડિમરી, અને ટીમની સાથે મસૂરીની જે હોટેલમાં રોકાયો હતો, ત્યાં જ આ યુવતીના લગ્ન થઈ રહ્યા છે, જેવી યુવતીને જાણ થઈ કે વિકી કૌશલ આ હોટેલમાં રોકાયો છે તેને જીદ પકડી કે તે તેની સાથે તસવીર ક્લિક કરાવીને જ રહેશે.