જામનગર મા રણજીતનગર અને સાધના કોલોની ના હાઉસિંગ બોર્ડ ના મકાન રિ-ડેવલોપમેન્ટ કરાશે: ટેન્ડર બહાર પડ્યા

Housing board houses of Ranjitnagar and Sadhana Colony to be re-developed in Jamnagar: Tenders out

જામનગરના સાધના કોલોની વિસ્તારના અતિ જર્જરિત ત્રણ બ્લોકને તોડવા માટેની તૈયારી કરાઈ

જામનગર તાં. ૨૬ , ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં કેટલીક જર્જરિત ઈમારતોનું રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. જેમાં જામનગર ની પણ કેટલીક જર્જરીત ઈમારતો નો સમાવેશ થાય છે. જ્યારે બુધવારે જામનગર ની સાધના કોલોની વિસ્તારમાં ત્રણ બ્લોક તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ના ચિફ ઈજનેર દ્વારા કેટલીક જર્જરિત ઈમારતોને રિ -ડેવલોપમેન્ટ કરવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં જામનગર માં ૬૦ એલઆઈજી-સી લેન (રણજીતનગર) માટે રૂ. ૧૦ કરોડ ૯ લાખ, ઉપરાંત સાધના કોલોની ૩૬૦ એલઆઈજી અને ૨૬૪ એલઆઈજી માટે રૂ. ૮૯.૮૯ કરોડ, ૧૦૮ એલઆઈજી (સાધના કોલોની) માટે રૂ.૧૦.૮૬ કરોડ અને ૩૨૪ એલઆઈજી (સાધના કોલોની) માટે રૂ. ૩૩.૫૬ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જામનગર ના સાધના કોલોનીના ત્રણ જર્જરિત બ્લોકને તોડી પાડવા માટે બુધવારે ઓપરેશન ડિમોલીશન કરવામાં આવનાર હોવાનું પણ જાળવા મળી રહ્યું છે.