Site icon Meraweb

અંધેર વહીવટ/ પાંચ મહિના પહેલા મૃત્યુ પામનાર PSIની ગૃહ મંત્રલાયે મહીસાગરમાં બદલી કરી, આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ

છોટાઉદેપુરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. છોટાઉદેપુરમાં ગૃહ મંત્રલાયનો અંધરે વહીવટનો નમૂનો પ્રકાશમાં આવ્યો છે. મૃતક પી.એસ.આઈની બદલીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મૃતક PSI ગોપાલ રાઠવાની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી કરી છે. જેને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર હેડ કોટરમાં પી.એસ.આઈ તરીકે ફરાજ બજાવતા ગોપાલભાઈ ભલીયાનું પાંચ માસ પેહલા મૃત્યું થયું હતું.

છોટાઉદેપુરમાં પીએસઆઈના મૃત્યું બાદ બદલીનો મામલો

ગોપાલભાઈ ભલીયાનું પાંચ માસ પહેલા થયું હતું મૃત્યું

મૃતક પીએસઆઈની છોટાઉદેપુરથી મહીસાગર કરાઈ બદલી

ગૃહ મંત્રલાય દ્વારા 99 પી.એસ.આઈની બદલીમાં તેઓનું નામ પણ મૂક્યું છે. અને મૃતક પી.એસ.આઈની છોટાઉદેપુરથી મહીસાગર ખાતે બદલી કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારના પી.એસ.આઈને મૃત્યુ થયાને પાંચ માસનો સમય વીતી ગયો હોવા છતાંય બદલીમાં નામ કેવી રીતના આવ્યું તે તપાસનો વિષય છે. પરંતુ હાલ ગૃહ મંત્રલાયનો અંધરે વહીવટનો નમૂનો બહાર આવ્યો છે.જેને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.