Site icon Meraweb

ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાત દરમિયાન કહ્યું “રાજપુત સમાજના આગેવાનો એ અમારો પરિવાર છે, પરિવારના લોકો સાથે મળવાનું થાય એમ મળ્યા બાકી બીજી કોઈ વાત પણ થઈ નથી”

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ગઈકાલે મોડી રાત્રે જામનગર આવી પહોંચ્યા પછી સભા સ્થળ ની મુલાકાત બાદ તેઓએ જામનગર શહેરના ભાજપના કાર્યાલયની મુલાકાત લીધી હતી, ત્યારબાદ શહેરની શેરી- ગલીઓમાં પણ ઘુમ્યા હતા. અને નિરીક્ષણ કર્યું હતું. રાજપૂત સમાજ અંગેના નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ ના આગેવાનો એ અમારો પરિવાર છે, અને પરિવારના લોકો સાથે મળવાનું બેસવાનું પણ થયું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ વર્ગના લોકોનો એક જ નારો છે, ‘મોદી મોદી’ અને જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં જામનગર તેવી વાત કરી હતી. સાથો સાથ હાલારના સાગરકાંઠા વિસ્તારમાં ઝડપાયેલા જંગી દ્રગ્સના જથ્થા મામલે ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા હતા.


ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગઇ રાત્રે ફરી જામનગરના મહેમાન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની જાહેર સભાના સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ શહેર ભાજપ તથા જામનગરના અન્ય આગેવાનો ને મળ્યા હતા. ઉપરાંત ચૂંટણી કાર્યાલયની મુલાકાત કર્યા પછી મોડી રાત્રે જામનગરની અનેક ગલીઓમાં પણ ફર્યા હતા. જામનગરમાં રાજપુત સમાજના લોકો સાથે થયેલી બેઠક અંગે હર્ષ સઘવીએ જણાવ્યું હતું, કે રાજપુત સમાજના આગેવાનો એ અમારો પરિવાર છે. પરિવારના લોકો સાથે મળવાનું થાય એમ મળ્યા બાકી બીજી કોઈ વાત પણ થઈ નથી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ વર્ગના લોકોમાં એક જ નારો છે “મોદી મોદી ” અને જામનગરના દિલમાં મોદી, અને મોદીજીના દિલમાં જામનગર અને ગુજરાત છે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદનને લઈને હર્ષ સંઘવીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ખૂબ જ દુઃખદ વિષય છે કોંગ્રેસના આ શહેજાદા દ્વારા નિઝામના અત્યાચાર પર ક્યારેય કાંઈ બોલ્યા નથી. જેમનો ઇતિહાસ પર આખા દેશને ખૂબ જ ગર્વ હોય તેના પર દરેક ચૂંટણીમાં સ્ટેટમેન્ટ આપવા કોંગ્રસના યુવરાજ ખુબ જ ફેમસ છે. ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે પણ ખૂબ જ દુઃખ અનુભવ્યો હતો.ભારત પાકિસ્તાનની સીમા પર ગુજરાત પોલીસના જવાનો ગોળીઓનો સામનો કરે જેથી દ્રગ્સ આપણી સીમામાં આવતું અટકાવે છે. ગુજરાત એ.ટી.એસ , એન.સી.બી. અને ગુજરાત પોલીસની ટીમને એક બાદ એક મેગા ઓપરેશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાત પોલીસે આ ઐતિહાસિક ઓપરેશનને શ્રીલંકામાં જતું અને બીજા દેશોમાં જતું દ્રગસ અટકાવીને ખૂબ મોટું કામ કર્યું છે તેવી વાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી ટર્મ એ ભારતને ખૂબ જ વિકાસશીલ રાષ્ટ્ર બનાવવા માટેની ચૂંટણી છે, જેમાં સમાજ વર્ગના તમામ લોકોએ એક મત થઈ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.