હાઇકોર્ટે ટ્રાફિક પોલીસનો લીધો ઉધડો,ટ્રાફિક, રોડ અને રસ્તા: બધું કાગળ પર જ છે
Arjun Pandya
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી ધરવામાં આવી હતી. AMC અને ટ્રાફિક JCP દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. સોગંદનામા પર હાઇકોર્ટની ટકોર કરી હતી કે “4 અઠવાડિયા થયા પણ અમે રોડ પર કોઈ ડિફરન્સ જોઈ રહ્યા નથી.
તમે ક્રોસિંગ રોડ પર જઈને જુઓ તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. પાનના ગલ્લે ઉભેલા લોકો અને ક્રોસ રોડ પર તમારા કોન્સ્ટેબલમાં કોઈ ફર્ક જોવા નહીં મળે.” ટ્રાફિક JCPના સોગંદનામા પર અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં તેમને દલીલ કરી હતી કે સોગંદનામાના નામે ફક્ત આશ્વાસન જ મળે છે. મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે.જો કે સરકારી વકીલ દ્વારા બોપલ-આંબલી રોડ, કારગીલ જંક્શન રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરવામાં આવી હતી.હાઇકોર્ટે ટકોર કટી હતી કે, અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી અને અમે અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ