રાજપીપળામાં કરજણ ડેમમાંથી પાણી છોડાતાં કરવામાં આવ્યું હાઈઍલર્ટ

High alert was issued for release of water from Karjan Dam in Rajpipla

રાજપીપળાના કરજણ ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થવાથી રાજપીપળાના કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેમાં ડેમના 9 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે કાંઠા વિસ્તારોમાં પૂર આવ્યું છે. આ દરમિયાન સેલ્ફી લેવાયો પ્રયાસ કરનારા યુવક-યુવતી પૂરમાં તણાયા છે. બીજી બાજુ  ભારે વરસાદની વચ્ચે કરજણ ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા સ્મશાન પાસેના એક ખેતરમાં 12 વ્યક્તિ ફસાયા હતા.

High alert was issued for release of water from Karjan Dam in Rajpipla

જેમને NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતાં.આ ઉપરાંતરાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં વચ્ચે નર્મદા નદી ખતરા સ્વરૂપ બની રહી છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં આવી ગયા છે, જેથી હાઈએલર્ટ આપવામા આવ્યુ છે.